અમદાવાદના વેજલપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં લાગી ભીષણ આગ,
૩5 ઝૂંપડા આગમાં લપેટાયા:
અમદાવાદના આનંદનગર વિસ્તારમા આવેલ વેજલપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં
રેડીયો મિર્ચિ રોડ પર ચંદ્રનગરના ઝૂંપડામાં ભીષણ આગ ફાટી નીકળી છે.
ગેસ લીકેજ થતા આગ લાગવાની ઘટના બની હતી
એક પછી ૧૫ જેટલા ગેસ ના બાટલામાં બ્લાસ્ટ થતા
જોતજોતામાં 30 થી વધુ ઝૂપડા આગના લપેટામાં આવ્યા છે.
આગનો કોલ મળતા જ ફાયર વિભાગ તાત્કાલિક દોડ્યું હતું.
લગભગ ૩૫ ઝૂંપડા આગમાં લપેટાયા છે,
તો બીજી તરફ, ૪૦ થી વધુ ઝૂપડાને નુકસાન થયું છે.
૩૫ ઝૂપડા બળીને ખાખ, ૪૦ ઝૂપડાને નુકસાન
અમદાવાદના વેજલપુરના રેડિયો મિર્ચી રોડ પર આગ લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો.
ભીષણ આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગનો કાફલો આનંદનગર પહોંચ્યો હતો.
40 દિવસ બાદ કોરોનાના નવા કેસ 2 લાખથી નીચે ગયા તથા મૃત્યુના આંકડામાં પણ ઘટાડો
જ્યાં 30 થી વધુ ઝૂંપડામાં આગ લાગી હતી.
ઝૂપડપટ્ટી વિસ્તારમાં આવેલ એક ઝૂપડામાં
ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.
આ બ્લાસ્ટથી એક બાદ એક બીજી
પંદરેક બોટલમા બ્લાસ્ટ થયો હતો.
જેના બાદ આગ ફાટી નીકળી હતી, અને અન્ય ઝૂપડાઓમાં ફેલાઈ હતી.
લગભગ ૨૦ ઝૂપડા આગમાં બળીને ખાખ થયા છે.
તો ૪૦ થી વધુ ઝૂપડાને નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
સાંકડો વિસ્તાર હોવાથી મિની ફાઈટર અંદર લઈ જવાયુ
રાજ્યમાં કોવીન એપ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત,ગુજરાત સરકારનો મોટો નિર્ણય
ફાયર વિભાગની 12 થી વધુ ગાડીનો કાફલો અને 50 થી વધુનો સ્ટાફ આગ બૂઝવવાની કામગીરીમાં લાગી ગયો હતો.
જેથી એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.
પરંતુ ઝૂપડામાં સાંકડી જગ્યા હોવાથી આગને કાબૂમાં લાવવા ભારે મહેનત પડી હતી.
સૌથી પહેલા ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા લોકોને દુર કરવામાં આવી રહ્યા છે.
આગ વધુ ભીષણ લાગતાં વધુ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી છે.
ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં
મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં
કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં
આજુબાજુ ના મકાનો તેમજ
વ્રજ નગરી ઔડની દીવાલ પર ચડી
ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268