ભારતમાં કોરોના વાયરસ ની બીજી લહેરમાં સંક્રમણની ઝડપ પર બ્રેક લાગી અને છેલ્લા કેટલાક દિવસથી સતત નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે જ આજે તો હવે કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે જ્યારે 3500થી વધુ મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો ચાલુ છે. 40 દિવસ બાદ દેશભરમાં 2 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 1,96,427 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 2,69,48,874 પર પહોંચ્યો છે. એક દિવસમાં 3,26,850 દર્દીઓ રિકવર થયા. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 2,40,54,861 થઈ છે. હાલ દેશમાં 25,86,782 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 19,85,38,999 લોકોને રસી અપાઈ છે.
દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ફેલાયેલો છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, કોવિડના કેસો છેલ્લા 17 દિવસથી ઘટી રહ્યા છે. 7 મેના રોજ મહત્તમ 4,14,188 કેસ આવ્યા અને હવે તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દેશમાં 24 કલાકમાં સતત કેસ ઘટી રહ્યા છે અને કોવિડના 2,22,000 કેસ નોંધાયા છે. 40 દિવસ પછી નોંધાયેલા કેસની આ સૌથી ઓછી સંખ્યા છે. જિલ્લા કક્ષાએ પણ કોરોના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.
કોવિડ-19ના નવા કેસમાં ઘટાડાની સાથે સાથે મહામારીથી થતા મોતનાં આંકડામાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3511 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. આ અગાઉ 24મી મેના રોજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ એક દિવસમાં 4454 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી 20,58,112 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કુલ ટેસ્ટની સંખ્યા 33,25,94,176 પર પહોંચી ગઈ છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268