કોરોના (Covid-19) મહામારીમાં રેમડેસીવીર ઈન્જેકશન બાદ
હવે મ્યુકરમાઈકોસીસના( Mucormycosis ) ઈન્જેકશન
એમ્ફોટેરીસીન-બી ની ભારે અછત સર્જાઈ છે.
મ્યુકોરમાઈકોસીસના દર્દીઓને તેમની જરૂરીયાત મુજબ ઈન્જકેશન મળી રહે તે માટે
ગુજરાત સરકારે અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ગોઠવી છે.
અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં દાખલ મ્યુકરમાઈકોસીસના દર્દીઓ માટે
ઇન્જેક્શનની ફાળવણીની જવાબદારી સોલા અને અસારવા સિવિલને સોપાઇ છે.
સરકારે કરેલી આગવી વ્યવસ્થા મુજબ
અમદાવાદ પૂર્વની ખાનગી હોસ્પિટલોને
અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ ઈન્જેકશન આપશે.
જ્યારે પશ્ચિમ અમદાવાદ ( Ahmedabad) સ્થિત
ખાનગી હોસ્પિટલોને
સોલા સિવીલ હોસ્પિટલ દ્વારા ઈન્જેકશન પૂરા પાડવામાં આવશે.
ઈન્જેકશનની ફાળવણી અંગે ઈ મેઈલ કરનારાને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઇ-મેલ થી જાણ કરવામાં આવશે.
ત્યાર બાદ જ સિવીલ હોસ્પિટલમાં નક્કી કરેલ સમય અને સ્થળેથી જરૂરી દસ્તાવેજ બતાવીને
ઈન્જેકશન સરકારે નક્કી કરેલ દરે મેળવી શકાશે.
બ્લેક ફંગસની બિમારીથી પીડાતા દર્દીઓ માટે આવી ગઈ છે દવા,જાણો શુ કિંમત અને કેટલી છે કારગર?
ગુજરાત સરકારના ધારાધોરણ અનુસાર
ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા
મ્યુકરમાઈકોસીસના દર્દીઓને એમ્ફોટેરીસીન બી ઈન્જેકશન પડતર કિંમતે સિવીલ હોસ્પિટલમાંથી ઉપલબ્ધ કરાવાશે.
આના માટે ખાનગી હોસ્પિટલ અને દર્દીના સગાઓએ કેટલીક બાબતોને અનુસરવું પડશે.
ઈન્જેકશન ખરીદવા માંગતા
જરૂરીયાતવાળા દર્દીઓના સગાઓને
ફોન નંબર 6357365462
ઉપરથી જરૂરી માહિતી મળી શકશે.
અમદાવાદ શહેરની
ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા
મ્યુકરમાઈકોસીસના દર્દીઓના
કેટલાક દસ્તાવેજો
સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ
ઇ-મેલ આઇ.ડી.
[email protected]
ઉપર મોકલવાના રહેશે.
જે દસ્તાવેજો સિવીલ હોસ્પિટલના
ઈમેઈલ પર મોકલવાના છે તેમા,
• સી-ફોર્મની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલ કોપી
• દાખલ થયેલા દર્દીના કેસની વિગત (તબીબનુ અસલ પ્રિસ્ક્રીપ્શન તેમજ કેસની હિસ્ટ્રીશીટ)
• દર્દીના આધારકાર્ડની નકલ
• મ્યુકરમાઇકોસીસના નિદાનની વિગત
• સારવાર આપતા તબીબનો ભલામણપત્ર
• હોસ્પિટલના અધિકૃત અધિકારીનું નામ અને મોબાઇલ નંબર મોકલવાનો રહેશે.
સિવીલ હોસ્પિટલને ઇમેલ મળ્યેથી,
તેમાં જણાવેલી વિગતોના આધારે સિવિલ હોસ્પિટલ અમદાવાદના કાન, નાક અને ગળાના વિભાગ,
ઓપ્થેલ્મોલોજી અને મેડિસીન વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા વેરીફીકેશન કરવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો અને સારવારના દસ્તાવેજોની ખરાઇ કર્યા બાદ જ,
એમ્ફોટેરીસીન-બી ઇન્જેકશન, હોસ્પિટલમાં ઉપલબ્ધ જથ્થા પ્રમાણે
ખાનગી હોસ્પિટલોને ફાળવણી કરાશે.
અત્યાર સુધી આ ઈન્જેકશન વિતરણની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હતી.
પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ઈન્જેકશન લેવા માટે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘક્કા ખાવા પડતા હતા.
જ્યા ઈન્જેકશન મળે ત્યા ઈન્જેકશન મેળવવા માટે પડાપડી થતી હતી અને સમગ્ર પ્રક્રિયામાં અંધાધૂધી સર્જાઈ હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈન્જેકશનની વિતરણ વ્યવસ્થામાં સફળ સાબિત ના થતા અને
દર્દીઓના સગાઓમાં સરકાર અને આરોગ્ય સેવા સામે રોષ વધતા,
રાજ્ય સરકારે સમગ્ર પ્રક્રિયા પોતાના હસ્તક લઈ લીધી છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268