ગરમીમાં ઠંડું પાણી દરેકને પસંદ છે. બળબળતી બપોરમાં વારંવાર તરસ લાગે છે અને લોકો સીધું જ ફ્રીજનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ ઘણીવાર તેનાથી લોકોને ગળામાં ખારાશ અને શરદી ખાંસીની તકલીફ થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાંતોનું માનવું છે કે ગરમીમાં ફ્રીઝનું ઠંડુ પાણી પીવાથી ગળામાં ઘણા પ્રકારના રોગ પણ થઈ શકે છે.વધારે ઠંડું પાણી પીવાથી ગળાની ક્ષમતા પણ અચાનક ઓછી થઈ જાય છે. તેનાથી ગળું પાકવા ઉપરાંત ગ્રંથિઓમાં સોજો આવવાની સમસ્યા પણ થઈ શકે છે. તેવામાં ઘણા લોકો માટલાનું પાણી પીએ છે, જે તેમને ઠંડક આપે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદો કરાવે છે. માટીના માટલામાં પાણી પીવાથી લૂથી બચી શકાય છે. સાથે જ શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ મળે છે.
માટલાનું ઠંડું પાણી ફ્રિજમાં મુકેલી પ્લાસ્ટિકની બોટલમાં રાખવામાં આવેલા પાણી કરતા પણ વધારે લાભકારી છે. માટલાના પાણીમાં રહેલા તત્વ શરીરની પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરે છે. સાથે જ તેનાથી બોડીમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના ઉત્પાદન પણ વધારો થાય છે, જે શરીરને ઠંડક પહોંચાડે છે. માટે આ પાણી પ્રાકૃતિક રૂપથી ફાયદો આપે છે.માટીના ઘડામાં તળિયામાં નાના છિદ્ર હોય છે, જેમાં પાણી આસાનીથી ફિલ્ટર અને શુદ્ધ થઈ જાય છે. જેનાથી તેની ગરમી નાશ પામે છે. તેના કારણે માટીના માટલામાં રાખેલું પાણીનું તાપમાન ઓછું હોય છે, જે પેટ સંબંધિત રોગોને દુર રાખે છે.
આયુર્વેદના અનુસાર ગરમીમાં માટલામાં રાખેલું પાણી પીવું ખૂબ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને બીજા પોષક તત્વો જોવા મળે છે જે શરીરને ડીહાઇડ્રેટ નથી થવા દેતા .માટલાને રંગવા માટે ઘેરુનો ઉપયોગ થાય છે. જે ગરમીમાં ઠંડક આપે છે. તેવામાં કબજિયાતથી પીડાતા લોકો આ પાણી પી શકે છે. સાથે જ તેમાં રહેલા મિનરલ્સ પાચન સુધારવામાં પણ મદદ કરે છે. તેનાથી મેટાબોલિઝમ મજબૂત થાય છે. ઘડાના પાણીમાં કોઈપણ પ્રકારનો કેમિકલ હોતો નથી તેવામાં માટલાનું પાણી પીવાથી મેટાબોલિઝ્મ સુધરે છે અને હાઇડ્રેટ રહી શકાય છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268