બનાસકાંઠા કોવિડ-૧૯ સેવા ટીમ દ્વારા દીઓદરમાં સર્વ સમાજનો રક્તદાન કેમ્પ યોજાયો: Blood Donation Camp
બનાસકાંઠા કોવિડ-૧૯ સેવા ટીમ દ્વારા
દીઓદર અને કાંકરેજ તાલુકાનો સર્વ સમાજનો
રક્તદાન કેમ્પ તા.ર૩/પ/ર૦ર૧ના રોજ આદર્શ હાઈસ્કુલ દીઓદર ખાતે યોજાયેલ.
જેમાં ૧૯૭ જેટલી બોટલો રક્ત રક્ત દાતાઓએ કરેલ.
આ સેવા કેમ્પમાં યુવાનોનો ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો હતો.
જીલ્લામાં આ સંસ્થા દ્વારા ધાનેરા, ડીસા, થરાદ, પાલનપુર થઈ દીઓદરમાં પાંચમો રક્તદાન કેમ્પ હતો.
જેમાં એકઠું કરાયેલ રક્ત કોવિડના જરૂરીયાત મંદ વ્યક્તિઓને અને પ્લાઝમા રક્તની ઉણપ વર્તાઈ રહી છે
તેવા દર્દીઓને પુરૂ પાડવાનો પ્રયાસ રહેશે.
આજે સવારે થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ,
ધારાસભ્યશ્રી કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ મંત્રીશ્રી કેશાજી ચૌહાણ,
પૂર્વ ધારાસભ્યશ્રી અનિલભાઈ માળી, ઈશ્વરભાઈ પટેલ, ઈશ્વરભાઈ તરક,
ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, કોંગ્રેસ અગ્રણી બી.કે.જાેષી, ભરતસિંહ વાઘેલા, દીઓદર સરપંચ ગીરીરાજસિંહ વાઘેલા,
દીઓદર ખાતે ગુજરાત એસ.ટીના મૃતક કર્મચારીઓને શ્રધ્ધાંજલી અપાઈ GSRTC
અમરતભાઈ ભાટી, જીલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ પટેલ,
અમરતભાઈ ભાટી, શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ દેસાઈ,
સેેવંતીભાઈ ઠક્કર, ભીમ સેના ના અગ્રણી સેંધાભાઇ પરમાર સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કરેલ.
દીઓદરમાં જનસેવાગૃપ દ્વારા આદર્શ હાઈસ્કુલમાં માનવતાનો સેવાયજ્ઞ
જિલ્લાભરમાં રક્તદાતા કેમ્પના પ્રોત્સાહક હિતેશભાઈ ચૌધરી અને
તેમની ટીમ તથા દીઓદર ખાતે કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કરનાર
ભારત વિકાસ પરિષદના પ્રમુખ જામાભાઈ પટેલ,
ક્ષત્રિય સેનાના અગ્રણી મુકેશભાઈ ઠાકોર, કાંકરેજના દીનુભાઈ ચૌધરી,
જગશીભાઈ કોટડા, આદિ યુવાનોએ સુંદર આયોજન કરેલ.
અને સેવાકીય કાર્યકરો, યુવાનોના સુંદર આયોજન થકી
રક્તદાન કેમ્પ સફળ થવા પામેલ.
રક્તદાન કેમ્પ માં રક્ત ભણશાલી ટ્રસ્ટ રાધનપુર દ્વારા એકઠુ કરાયેલ.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268