બનાસકાંઠાના મૂળ વતનીઓ વતનનું ઋણ ચુકવવા આગળ આવ્યા:
ટોરન્ટ ગ્રુપ વતનની વ્હારેઃ
ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂ. ૨૨ લાખના ખર્ચથી ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાશે
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વ પરેશાન છે.
આ વાયરસની બીજી લહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા તથા
આ કપરા સમયમાં લોકોને મદદરૂપ થવા રાજય સરકાર અને વહીવટી તંત્રની સાથે
અનેક સેવાભાવી સંસ્થાઓ, સમાજના આગેવાનો પોતાની યથાશક્તિ પ્રમાણે લોકોની મદદ કરી રહ્યાં છે.
કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં સૌથી મોટી જરૂરીયાત ઓક્સિજનની હોય છે.
આ જરૂરીયાતને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર અથાક મહેનત કરવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લાના મૂળ વતનીઓ કે
જેમણે દેશ- વિદેશમાં ધંધામાં પોતાની આગવી નામ મેળવી છે તેવા ઉધોગપતિઓને
કલેકટરશ્રી આનંદ પટેલે
પોતાના વતનના જિલ્લામાં ઓક્શિજન પ્લાન્ટ નાંખવા માટે અપીલ કરી હતી.
બનાસવાસીઓએ વતનનું ઋણ અદા કલેકટરશ્રીની અપીલનો જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે.
કલેકટરશ્રી આનંદ પટેલે ટોરેન્ટ ગ્રુપના શ્રી સુધીરભાઇ મહેતા સાથે વાત કરી
કાંકરેજ તાલુકાના ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં
પી.એસ.એ. ઓક્શિજન પ્લાન્ટ નાંખવાની વાત કરી હતી.
તેને સ્વીકારી ટોરેન્ટ ગ્રુપે તાત્કાલીક ઓક્શિજન પ્લાન્ટ ઉભો કરવાના સાધનો મોકલી આપ્યા. છે.
રૂ. ૨૨ લાખના ખર્ચથી આ ઓક્શિજન પ્લારન્ટ નિર્માણ પામશે.
જેનાથી આ વિસ્તારના લોકોને સારવાર મેળવવામાં ખુબ ઉપયોગી સાબિત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કપરા સમયમાં વતનનું ઋણ અદા કરવા
અદાણી ગ્રુપ બાદ
ટોરેન્ટ ગ્રુપ જિલ્લાવાસીઓની મદદ આવ્યું છે.
થરાદની સરકારી હોસ્પીટલમાં અદાણી દ્વારા નિર્મિત ઓક્શિજન પ્લાલન્ટનું આજે કલેકટરશ્રી આનંદ પટેલ અને સાંસદશ્રી પરબતભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
બનાસવાસીઓ કોરોનાના કપરા સમયમાં વતનનું ઋણ ચુકવવા આગળ આવી રહ્યાં છે
જેનાથી આ વિસ્તારના લોકોની ખુબ મોટી સેવા થશે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268