કોરોના વાયરસથી હજુ છુટકાકો મળ્યો નથી
આ વચ્ચે મ્યૂકર માઇકોસિસ બ્લેક ફંગસ એ ચિંતા વધારી દીધી છે.
દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં બ્લેક ફંગસનો ‘રેયર કેસ’ સામે આવ્યો છે.
બે દર્દીઓમાં નાના આંતરડા માં મ્યૂકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ મળી છે.
ડોક્ટર પણ આ કેસને એક નવા પ્રકારનો મામલો માની રહ્યાં છે.
જાણો વ્હાઇટ ફંગસ શું છે અને કેવી રીતે થઈ શકે સારવાર ???
દેશના અલગ-અલગ ભાગમાં બ્લેક ફંગસના અત્યાર સુધી 8848 કેસ સામે આવ્યા છે,
જેમાંથી 219 લોકોના મોત થયા છે.
દેશમાં વધતા બ્લેક ફંગસના કેસને કારણે તેની દવાની પણ અછત સર્જાય છે.
તેવામાં કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે.
સરકારે બીમારીનો સામનો કરવા માટે શુક્રવારે મહત્વના પગલા ભર્યા હતા.
કેન્દ્રએ દેશમાં કોરોના મહામારીની સાથે વધી રહેલા બ્લેક ફંગસની દવા બનાવવા માટે
વધુ પાંચ કંપનીઓને લાયસન્સ જારી કર્યા હતા.
બ્લેક ફંગસની બિમારીથી પીડાતા દર્દીઓ માટે આવી ગઈ છે દવા,જાણો શુ કિંમત અને કેટલી છે કારગર?
લાંબા સમય સુધી સ્ટોઇરેડ્સ લેતા લોકોમાં બ્લેક ફંગસનો ખતરો વધુ રહે છે.
ઇમ્યૂનિટ નબળી થવા પર ફંગસ એટેક કરે છે. ડાયાબિટિસના દર્દીઓની
રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે.
જેથી આ ફંગસ તેને શિકાર બનાવે છે.
જે બે દર્દીઓમાં બ્લેક ફંગસ (Black Fungus) મળી છે
તેમાંથી એક વ્યક્તિની ઉંમર 58 વર્ષ તો બીજાની 68 વર્ષ છે,
બન્ને ડાયાબિટિસના દર્દી છે.
તેમાંથી એકને સ્ટેરોઇડ આપવામાં આવ્યા હતા,
જ્યારે બીજાએ સ્ટેરોઇડ લીધા નથી.
પેટમાં અને મોટા આંતરડામાં બ્લેક ફંગસ મળી શકે છે
પરંતુ નાના આંતરડામાં બ્લેક ફંગસ મળવી રેયર માનવામાં આવે છે.
બન્નેની સારવાર ગંગારામ હોસ્પિટલમાં સર્જરી દ્વારા કરવામાં આવી છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268