ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગિ આદિત્યનાથે પ્રયાગરાજ સહીત ઘણા શહેરોના પ્રાચીન નામ બદલ્યા છે.
હવે દિલ્હીનું નામ બદલીને પણ પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ કરવાની માંગ કરવામાં આવી છે.
ભાજપના વરિષ્ઠ નેતા તેમજ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી એ માંગ કરી છે કે
દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ કરવામાં આવે.
સુબ્રમણ્યમે પોતાનો પક્ષ રજૂ કરતા
દ્રૌપદી ટ્રસ્ટના ડો.નીરા મિસ્રા ના સંશોધનને ટાંક્યું છે.
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ કરવાની માંગ કરી છે.
તેમણે લખ્યું હતું કે દ્રૌપદી ટ્રસ્ટના ડો.નીરા મિસ્રાના સંશોધનમાંથી જે તથ્યો મળ્યાં છે
તે રાજધાનીનું નામ બદલવા માટે પૂરતા છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ બાબા રામદેવ સામે કાર્યવાહી કરવાની કરી માંગ
આ સાથે સુબ્રમણ્યમ સ્વામીએ એમ પણ લખ્યું હતું કે તમિળનાડુના એક મહાન ઋષિએ તે મને કહ્યું હતું કે
જ્યાં સુધી દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ નહીં કરવામાં આવે ત્યાં સુધી દેશમાં વિવાદો થતા રહેશે.
સુબ્રમણ્યમ સ્વામીના માટે વિવાદો દુર કરવા દિલ્હીનું નામ બદલીને ઇન્દ્રપ્રસ્થ નામ કરવું જરૂરી છે.
ડો.નિરા મિસ્રાએ પોતાના સંશોધનમાં આવા ઘણા પુરાવાઓ એકત્રિત કર્યા છે,
જે સાબિત કરે છે કે વર્ષો પહેલા દિલ્હીનું નામ ઇન્દ્રપ્રસ્થ હતું.
સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે મહાભારતમાં તેનો ઉલ્લેખ છે,
તેમજ વર્ષ 1911 માં બ્રિટીશ સરકારના નોટીફીકેશનમાં આના પુરાવા પણ છે.
ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ ના રેકોર્ડ ઉપરાંત બ્રિટિશ અને મુઘલ શાસનની આવક અને
અન્ય રેકોર્ડોમાં પણ દિલ્હીનો ઉલ્લેખ ઇન્દ્રપ્રસ્થ તરીકે કરવામાં આવ્યો છે.
ઇન્દ્રપ્રસ્થ પ્રાચીન ભારતના સમૃદ્ધ રાજ્યોમાંથી એક હતું.
મહાકાવ્ય મહાભારત માં પણ ઇન્દ્રપ્રસ્થનો ઉલ્લેખ મળે છે.
મહાભારત અનુસાર ઇન્દ્રપ્રસ્થ પાંડવોની રાજધાની હતી.
ઇન્દ્રપ્રસ્થ યમુના નદીને કિનારે વિકસિત થયેલું રાજ્ય હતું,
જેને આજે આપણે દિલ્હી તરીકે ઓળખીએ છીએ.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268