કોરોના વાયરસ પછીની જેને પોસ્ટ કોવીડ બિમારી જેને ગણવામાં આવે છે તે
બ્લેક ફંગસ હવે દર્દીઓ માટે જાણે આફત બનીને આવી છે.
કોરોનાથી સારા થયેલા દર્દીઓમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
જો કે MSN લેબોરેટરીઝ આવામાં એક સારા સમાચાર લઈને આવ્યું છે.
આ લેબ દ્વારા મ્યુકરમાઈકોસિસનાં દર્દી માટે પોસાકોનાજોલ લોન્ચ કરાઈ છે.
એન્ટી ફંગલ દવા પોસાકોનોજોલ લોન્ચ થવાને લઈને સંક્રમિત થઈ રહેલા દર્દીઓને કદાચ રાહત મળી શકે તેમ છે.
મ્યુકોરનાં ઈન્જેક્શન કે વને લઈને ઘણાં સવાલો દર્દીઓનાં મનમાં હોય છે
તે વચ્ચે હવે જો લોકો એ જાણવા માગે છે કે
આ દવા છે શું અને તે કઈ રીતે કામ કરશે અને
ખાસ તો કિંમત કેટલી હશે ?
મ્યુકરમાઇકોસિસની વધતી જતી મહામારી:સુરતમાં દર્દીઓનો જીવ બચાવવા 3 ડોક્ટરે દોઢ જ મહિનામાં 64ની આંખ કાઢી
તો જે પ્રકારે કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે,
પોસાવન બ્રાંડ નામથી પોસકોનોજોલ ટેબલેટ 100Mgમાં અને 300 Mgની ક્ષમતામાં ઈન્જેક્શનને તૈયાર કરવામાં આવ્યા છે.
ખાસ અગત્યનું તો એ છે કે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા તેને મંજુરી પણ મળી ગઈ છે.
બ્લેક ફંગસની સારવારમાં પોસાવન પ્રતિ ટેબલેટ 600 રૂપિયાનાં ભાવથી મળી રહેશે.
તો તેના ઈન્જેક્શનની કિંમત 8500 રૂ રાખવામાં આવી છે.
કંપની પ્રમાણે MSN કંપનીનાં એન્ટી ફંગલ ડ્રગનાં ક્ષેત્રમાં રિસર્ચ અને
મેન્યુફેક્ચરિંગની તાકાતનું આ પરિણામ ગણવામાં આવે છે.
મ્યુકરમાઈકોસિસ એક એવા પ્રકારની ખાસ ફંગસ છે કે
જે કોવિડમાંથી બહાર આવેલા દર્દીઓમાં જોવા મળી રહી છે.
આ ફંગસ એટલી ઝડપથી ફેલાય છે શરીરમાં કે
તેને લઈને મોતનું પ્રમાણમાં જોવા મળી રહ્યું છે.
આ રોગમાં આંખમાં પણ જતી રહી હોવાનું બહાર આવ્યું છે.
આ બિમારીનો સૌથી વધારે કેર જાવા મળ્યો હોય
તો તે રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યમાં છે.
આશરે બે ડઝન કરતા વધારે રાજ્ય હાલમાં આ બિમારી સામે લડી રહ્યા છે.
રાજસ્થાનની વાત કરીએ તો આ રાજ્યમાં બ્લેક ફંગસનાં 700 નવા કેસ સામે આવ્યા છે.
કોરોનાથી સાજા થઈ ગયા તો આ બિમારી માટે લોકો હવે ભરતી થઈ રહ્યા છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268