શ્રી શંકરભાઇ ચૌધરીના પ્રયાસોથી સુઈગામ રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ની મંજૂરી:
Oxygen Plant
કોરોના મહામારીમાં જિલ્લામાં ઊભી થયેલી ઓક્સિજનની તીવ્ર અછતને લઈને
બનાસ ડેરીના ચેરમેન અને રાજ્યના પૂર્વ મંત્રીશ્રી શંકરભાઈ ચૌધરીએ
વિકાસ કમિશનર ગુજરાત ને સુઈગામ, ભાભર અને વાવ તાલુકામાં
ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રકમ મંજુર કરવા રજૂઆત કરતાં
વિકાસ કમિશનર ગુજરાત રાજ્યે
સુઈગામ રેફરલ હોસ્પિટલ ખાતે
રૂપિયા ૪૦ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટની
મંજૂરી આપી.
વિકાસ કમિશનર ગુજરાત રાજ્યે સુઈગામ રેફરલ હોસ્પિટલ ખાતે
રૂપિયા ૪૦ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ,ટેંકો,
પાઇપલાઇન તથા આનુસંગિક સામગ્રી ઉભી કરવાની કામગીરી માટેની
મંજૂરી આપતાં કોરોના મહામારીનો સામનો કરતા
છેવાડાના વિસ્તારની પ્રજામાં રાહત થશે.
ઉલ્લેખનીય છે કે સુઇગામની જેમ જ ભાભર અને વાવ ખાતે પણ આવા
ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેની દરખાસ્ત પણ
વિકાસ કમિશનર, ગુજરાત રાજ્યને આપવામાં આવેલી છે
અને તેની પણ મંજૂરીનું કામ ગતિ માં છે.
કોરોના સંકટના સમયમાં સ્ટાર્ટ-અપ કંપનીઓ પાસેથી મદદ લેશે સરકાર, 31મે સુધી અરજી કરી શકાશે
રણની કાંધીએ આવેલા સુઈગામ જેવા છેવાડાના વિસ્તારમાં
ઓક્સિજન પ્લાન્ટ નંખાતાં કોરોના કાળમાં
આ વિસ્તારની પ્રજાને હવે ઓક્સિજન માટે કયાંય લાંબા થવું નહીં પડે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268