“ખેલો ઇન્ડિયા” યોજના અંતર્ગત “Khelo India”
જિલ્લાકક્ષાએ થશે શરૂ સેન્ટર:
તા. ૨૬ મે સુધી રમતનું પ્રશિક્ષણ પુરૂ પાડતી સંસ્થાઓ અરજી કરી શકશે:
ભારત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા ખેલો ઈન્ડિયા યોજના હેઠળ ખેલો ઈન્ડિયા સેન્ટર (KIC’s)”
જિલ્લા કક્ષાએ શરૂ કરવા માટે યોજના અમલમાં આવેલ છે.
આ ખેલો ઈન્ડિયા સેન્ટર(KIC’s)”માં તાલીમ માટે ઓલમ્પિક-૨૦૨૪ને Tokyo Olympics 2021 ધ્યાને લઈ
(આર્ચરી,એથ્લેટિકસ, બેડમિન્ટન, બોક્સિંગ,સાયકલિંગ,ફેન્સીગ,હોકી,
જુડો, રોવિંગ, શુટીંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, વેઇટ લિફ્ટિંગ, કુસ્તી)
જેવી ૧૪ રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ ખેલો ઈન્ડિયા સેન્ટર’માં વધુમાં વધુ ત્રણ રમતો તથા રમત દીઠ ઓછામાં ઓછા ૩૦ તાલીમાર્થીઓ જ લાભ લઈ શકશે હોય
તેવી સંસ્થા અથવા ભૂતપૂર્વ ખેલાડીઓ આ સેન્ટર શરૂ કરવા માટેનો લાભ મેળવી શકશે.
આ ખેલો ઈન્ડિયા સેન્ટર માટે પ્રત્યેક રમત દીઠ એક વખત મળવાપાત્ર
શરૂઆતી સહાય રૂ.૫.૦૦ લાખ આપવામાં આવશે.
ત્યારબાદ જરૂરી સ્ટાફનું માનદ વેતન, નવા રમતના સાધનો ખરીદી કરવા,
સ્પોર્ટસ કીટ, સ્પર્ધામાં ભાગ લેવા માટે થનાર ખર્ચ માટે પ્રત્યેક રમત દીઠ
વાર્ષિક મળવાપાત્ર સહાય રૂ.૫.૦૦ લાખ રહેશે.
ભારત સરકારની ગાઈડલાઇન અનુસાર અત્રેના જિલ્લામાં
ખેલો ઈન્ડિયા સેન્ટર(KIC’s) શરૂ કરવા અંગે ભારત સરકાર અને
ગુજરાત સરકારના રમત ગમત વિભાગ દ્વારા
જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા ફોર્મ નિયમોનુસાર વેરીફાઈ કર્યા બાદ
કલેકટરશ્રી મારફત યોગ્ય લાયકાત ધરાવતી શાળાઓ, સંસ્થાઓ પાસેથી દરખાસ્તો મંગાવેલ છે
જેમાં ભૂતપૂર્વ વિજેતા ખેલાડીઓ કે
જેઓ હાલ રમતનું પ્રશિક્ષણ આપતા હોય
તેવા આ સાથે સામેલ અરજી ફોર્મના Annexure-II માં દર્શાવેલ યોગ્યતા મુજબ
લાયકાત ધરાવતા ખેલાડીઓ અને પાંચ વર્ષથી વધુ સમયથી રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પડતી હોય તેવી સંસ્થાઓ,
એકેડેમીઑ, શાળાઓએ પોતાની દરખાસ્તો (વધુમાં વધુ ત્રણ રમતો માટે)
તાત્કાલિક
અરજી મોકલવાનું સ્થળ:
જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,
એસ-૨૧, બીજો માળ, જીલ્લા સેવા સદન-૨,
જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, પાલનપુર
ખાતે તા.૨૬/૦૫/૨૦૨૧ સાંજે ૫.૦૦ કલાક
સુધીમાં રૂબરૂ મોકલી આપવાની રહેશે.
ભૂતપૂર્વ ખેલાડીઓ તથા સંસ્થાઓએ રજીસ્ટ્રેશન આઈ.ડી. મેળવેલ હોવો જોઈએ.
ભારત માટે ગૌરવની વાત,UNESCO ની યાદીમાં ભારત ના કયા બે સ્થળોનો થયો સમાવેશ
ઓનલાઇન આઈ.ડી.
nsrs.kheloindia.gov.in
પરથી રજીસ્ટ્રેશન કરી શકાશે.
અરજી ફોર્મ ખેલો ઈન્ડિયા વેબસાઇટ પરથી મેળવી શકાશે.
વધુ માહિતી ફોન નં.૦૨૭૪૨-૨૫૩૮૩૦ ઉપર મેળવી શકાશે
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268