રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાએ રાજ્યમાં શહેરથી લઈએ ગામડામાં તબાહી મચાવી દીધી છે. રાજ્ય સરકાર આ પરિસ્થિતિને પહોચી વળવા ઘણા પ્રયત્નો પણ કરી રહી છે. કોરોનાથી ગુજરાત એસ.ટી વિભાગના 800 કર્મચારીઓ સંક્રમિત થયા છે. જેમાં મોટાભાગના ડ્રાઈવર અને કન્ડકટર સંક્રમિત છે. આ 800 માંથી 150 કર્મચારીઓ એ પોતાનો જીવ કોરોનાના કારણે ગુમાવ્યો છે.આજે એસટી મહા મંડળ દ્વારા આ કોરોનાના કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. એસ.ટી મહામંડળના સભ્યોએ બેનર લઈને સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી હતી.
આ મહામારીમાં એસ.ટી સેવાઓ અમુક રૂટ પર ચાલુ રાખવામાં આવી હતી. જેમાં રાજ્યમાં લોકો એક શહેરથી બીજા શહેર અને પરપ્રાંતીય લોકોને બીજા રાજ્યમાં જવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે આ સેવા લોકડાઉન દરમિયાન પણ ચાલુ રાખવામાં આવી હતી. આ દરમિયાન કોરોનાના કહેર વચ્ચે ડ્રાઈવર અને કન્ડકટર એ ફરજ બજાવી છે. તો તેમને યોગ્ય વળતર મળવું જોઈએ.એસટી મહામંડળના કર્મચારીઓએ સરકાર સમક્ષ એ પણ રજૂઆત કરી કે કર્મચારીઓને કોરોના વોરિયરનું બિરુદ આપવામાં આવે. કારણ કે તેઓએ પણ જીવ ના જોખમ એ કોરોના કાળ માં ફરજ બજાવી છે અને તે દરમિયાન તેઓ સંક્રમિત થયા હતા.
સતત 3 દિવસ તાઉ-તે વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. જેને કારણે રાજ્યમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને 12500 ટ્રીપ રદ કરી હતી. જોકે હવે સ્થિતિ સામાન્ય થતાં રાજ્યમાં 1200 ટ્રીપ શરૂ કરી દેવાઈ છે. સ્થિતિ જોઈને બાકીની 500 ટ્રીપ શરૂ કરાશે.એસ.ટી નિગમના પ્રવક્તા કે.ડી દેસાઈએ જણાવ્યું કે, તાઉ-તે વાવાઝોડાના કારણે અમે અગમચેતીના ભાગ રૂપે એસટી નિગમે તમામ ટ્રીપો રદ કરી હતી. આ કોરોના મહામારીમાં ઘણી ટ્રીપો અમે રદ કરી છે, જેથી સંક્રમણ ન ફેલાય. જોકે હવે વાવાઝોડનું સંકટ રહ્યું નથી એટલે એસ.ટી નિગમના અધિકારીઓ સવારથી જ ઘણા રૂટ પર સતત સર્વે કરી રહ્યા છે.જ્યાં રૂટ ક્લિયર તે જગ્યા એ અમે સવારથી બસ શરૂ કરી છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268