આધુનિક યુગમાં બધું ડિજિટલ થઇ ગયું છે. જેની સાથે હવે શહેરની ટ્રાફિક પોલીસ પણ ડિજિટલ બની ગઈ છે. અત્યાર સુધી સુરત શહેર ટ્રાફિક પોલીસ મેન્યુઅલી એટલે કે હાથેથી રસીદ ફાડીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને મેમો આપતી નજરે પડતી હતી. પરંતુ હવે ટ્રાફિક પોલીસ પૈસા વસુલવા માટે ડિજિટલ પદ્ધતિ અપનાવશે. ટ્રાફિક જવાનો સ્વાઈપ મશીનથી દંડનાં પૈસા વસુલશે. જેના માટે ટ્રાફિક પોલીસને 50 જેટલા સ્વાઈપ કાર્ડ મશીન ફાળવવામાં આવ્યા છે. જેથી ટ્રાફિક પોલીસ ડિજિટલ બની કેશલેસ દંડ ઊઘરાવતી નજરે ચડશે. પોલીસ દ્વારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પણ દંડ વસુલવામાં આવશે.
5G ટેકનોલોજી શું છે અને ક્યારે થશે ભારતમાં તેની એન્ટ્રી? માત્ર એક ક્લિક પર જાણો કેવાં-કેવાં થશે ફાયદા
ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની વસૂલાત ડિજિટલ રીતે પણ કરી શકાશે .ટ્રાફિક પોલીસને 50 જેટલા સ્વાઈપ કાર્ડ મશીન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરીજનો માટે ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ દંડની જોગવાઈ કેટલી છે તેની માહિતી આપતા કાર્ડ વહેંચવામાં આવ્યા હતા. જેથી હવે સુરતીઓ ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તો દંડ ઉઘરાવવા માટે ટ્રાફિક જવાનો સ્વાઈપ મશીન લઈને ઉભેલી દેખાશે.
શહેરીજનોમાં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ કેટલા દંડની જોગવાઈ તે અંગે હજુ પણ લોકોમાં જાણકારીનો અભાવ છે. જેને લઇને ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ કેટલો દંડ થાય છે તેની જાણકારી લોકોમાં વધે તે માટે અઠવાલાઇન્સ પોલીસ કમિશનર કચેરી બહાર વાહનચાલકોને દંડની માહિતી આપતા કાર્ડ પણ વહેંચવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર કયા નિયમના ભંગ બદલ કેટલા દંડની રકમની જોગવાઈ છે તેની માહિતી આપતા આવા 5 લાખ કાર્ડ છાપવામાં આવ્યા છે. જેથી લોકોમાં જાગૃતિ આવે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268