તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં ભારે કહેર વર્તાવ્યો છે, રાજ્યમાં વાવાઝોડાના કારણે ભયંકર નુકસાન થયું છે અને 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી રહી છે જેમાં સામે આવ્યું છે કે વાવાઝોડાના કારણે મુત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 45 થઈ છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગુજરાતભરમાં 60 હજારથી વધારે વૃક્ષો તથા 70 હજારથી વધારે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. 16 હજારથી વધારે કાચા-પાકા મકાનો પણ પડી ગયા. 200થી વધારે રોડને નુકસાન થયું જ્યારે 200થી વધારે ટ્રાન્સફોર્મર પણ ખોટકાઈ ગયા હતા.
પંચમહાલ (1 મોત) : ઝાડ પડી જવાથી,નવસારી (1 મોત) : છત પડવાથી,રાજકોટ (1 મોત) : દીવાલ પડવાથી,વલસાડ (1 મોત) : દીવાલ પડવાથી,સુરત (1 મોત) : ઝાડ પડી જવાથી, વડોદરા (1 મોત)મૃત્યુ : ટાવર પડી જવાથી નિધન , આણંદ (1મોત) : વીજ કરંટથી મોત, ખેડા (2 મોત)- વીજ કરંટથી બન્ને મૃત્યુ ,અમદાવાદ (5 મોત)- વીજ કરંટ 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1 વ્યક્તિનું નિધન ,ગીર સોમનાથ (8 મોત) – ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4, છત પડવાથી 1 વ્યક્તિનું નિધન ,ભાવનગર(8 મોત) – ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3, છત પડવાથી 1 વ્યક્તિનું નિધન
જાણો ચોમાસા પહેલાં અમદાવાદનો કયોવિસ્તાર બોટમાં ફેરવાયો, પૂર્વ વિસ્તારની સ્થિતિ બગડી
તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં અનેક જગ્યાએ વિનાશ વેર્યો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામોમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વાવાઝોડાની ઝડપ તો ઘટી ગઈ હતી પરંતુ અમદાવાદમાં પણ વાવાઝોડું આફત બનીને આવ્યું. સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ થયો હતો. ક્યાંક ધોધમાર તો ક્યાંક અવિરત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268