ફાયરની ટીમોએ હોસ્પિટલોમાં વીજ પુરવઠાની કરી ચકાસણી ,
આકસ્મિક સ્થિતિમાં લાઈટ જાય તો શું કરવું એ અંગે આપી માહિતી:
શહેરના મુખ્ય ફાયર ઓફિસ રાજેશ ભટ્ટે જણાવ્યું હતુંકે, શહેરમાં ફાયરબ્રિગેડના તમામ કર્મચારીઓ ને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે ફાયર જવાનો તૈયાર છે. શહેરમાં વાવાઝોડા દરમ્યાન તમામ હોસ્પિટલમાં કોઇ અનિચ્છનીય સ્થિતિ ઊભી ન થાય તે માટે મ્યુનિ. ફાયરબ્રિગેડની 11 ટીમે શહેરની મોટાભાગની હોસ્પિટલમાં જઇને સમીક્ષા કરી સ્ટાફને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. જો અચાનક લાઇટ જાય તો હોસ્પિટલમાં વિકલ્પ તરીકે જનરેટર ચાલુ હાલતમાં છે કે કેમ? તેની પણ તપાસ કરવામાં આવી છે.
16 ફાયર સ્ટેશનમાં તમામ સાધનો પણ સજ્જ છે. હાઇડ્ર્રોલીક કટર, ઇમરજન્સી લાઇટ, રેસ્ક્યુ બોટ, સહિતના સાધનો રખાયા છે. અમદાવાદ શહેરમાં તેમજ જરૂર પડે અન્ય વિસ્તારમાં પણ ફાયરબ્રિગેડના જવાનો પહોંચી જઇને મદદ કરશે.
હોસ્પિટલમાં ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી છેકે, માં જનરેટલ ચાલુ હાલતમાં છે કે કેમ? જનરેટર ચલાવવા માટે યોગ્ય માત્રામાં ડીઝલ – પેટ્રોલનો જથ્થો હોસ્પિટલ પાસે છે કે કેમ? જો લાઇટ જાય તો તેવા સંજોગોમાં તત્કાલ કઇ રીતે જનરેટર દ્વારા લાઇટ સપ્લાય પૂર્વવત કરવો, આઇસીયુ સહિતના એકમોમાં કઇ રીતે લાઇટ વ્યવસ્થા દ્વારા દર્દીઓને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવી. અન્ય જગ્યા માટે ટોર્ચ, મીણબત્તી, જેવા સાધનોનો પણ કઇ રીતે ઉપયોગ કરવો સહિતની બાબતો હોસ્પિટલના કર્મચારીઓને સમજાવાઈ હતી.
વધુ વાંચો.
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસે બેડરૂમ સિક્રેટ ઉજાગર કર્યું
મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની અછત:સમયસર કોર્સ પૂરા ન થતા દર્દીઓને હેરાનગતિ
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268