સોમવારની રાતે તાઉ-તે વાવાઝોડું ઉના પાસે ગુજરાતના કિનારે ત્રાટક્યું હતું, ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં. હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયાં હોવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જ્યારે વીજપોલ પડી જતાં સમગ્ર પંથકમાં અંધારપટ છવાયો હતો. દભારે પવનને કારણે વૃક્ષો પડી જવાથી ઠેર ઠેર રસ્તા બંધ થઈ ગયા. દક્ષિણ ગુજરાતમાં સાંજથી જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો. જ્યારે વાવાઝોડું ટકરાયા બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ શરૂ થયો હતો. વાવાઝોડું આવતાં પહેલાં જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે મોટાં મોજાં ઊછળવાનું શરૂ થઈ ગયું હતું. જોકે અગાવથી કરેલી તૈયારી અને રાતનો સમય હોવાથી જાનહાનિ થઈ નહોતી.
સોરઠના દરિયાકિનારા નજીક વાવાઝોડુ પહોંચતાં એની ભારે અસર જોવા મળી રહી છે. સોમવારે દિવસ દરમિયાન ઉના, વેરાવળ અને દીવમાં 80 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો.કોડિનાર પાસે પણ એક બોટ તણાઈ ગઈ હતી આ ઉપરાંત ઉનાના સંયદ રાજપરા બંદરના કિનારે એક બોટ ડૂબી ગઇ હતી. .જો કે, જાનહાનિ થઇ ન હતી.વાવાઝોડાને પગલે વલસાડના તિથલ દરિયા કિનારે બનાવેલા ફૂડ સ્ટોલને નુકસાન પહોંચ્યું હતું. ભારે પવનને કારણે સ્ટોલ તૂટી ગયા હતા. અગાઉથી જ તંત્ર દ્વારા બીચ પર જવાની મનાઈ ફરવામી દેવામાં આવી હતી જેથી ત્યાં કોઈ જાનહાની થઈ નથી. માત્ર માલસામાનનું નુકસાન થયું છે.
મેઘરજ તાલુકામાં વાવાઝોડા વરસાદ પડ્યો હતો.વાવાઝોડાની અસરના કારણે સુરતના ડુમસ બીચ પર દિવસભર મહાકાય મોજા ઉછ્ળ્યા હતા. કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા. એનડીઆરએફની ટીમને ખડેપગે તૈનાત કરાઈ હતી.પવન ફૂંકાતા મકાનોના પતરાં ઉડ્યા હતા.તાઉતે વાવાઝોડાના પગલે દરિયાના મોજાં તીવ્ર ગતિએ ઉછળતા ઘોઘામાં સંરક્ષણ દિવાલ તૂટી.જૂનાગઢમાં ભારે પવન ફૂકાયો હતો જેના કારણે શહેરના ગેઇટ પર મૂકવામાં આવેલી સિંહની 4 પ્રતિમાઓમાંથી એક નીચે પડી ગઈ હતી.
વધુ વાંચો
તૌક્તે વાવાઝોડું: ભારતના આ રાજ્યોમાં જાહેર કરાયું એલર્ટ, જાણો ક્યારે ટકરાશે જમીન પર
ભારત માટે આવનારા 6-12 મહિના અત્યંત મહત્વપૂર્ણ, યોગ્ય પગલાં ન લેવાયા તો મુશ્કેલીઓનો કરવો પડશે સામનો
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268