અદાણી પરિવાર વતનની વ્હારે, થરાદ ખાતે અદાણી દ્વારા રૂ. ૧ કરોડનો ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે:
અદાણી પરિવારે વતન પ્રત્યેનું ઋણ ચુકવવા હકારાત્મકતા દાખવી.
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વ પરેરાશ છે.
આ વાયસની બીજી લહેરમાં કોરોના સંક્રમણ આપણા જિલ્લામાં પણ વધ્યું છે
ત્યારે આ કોરોના સંક્રમણ અટકાવવા તથા આ કપરા સમયમાં લોકોને મદદરૂપ થવા
રાજય સરકાર અને વહીવટી તંત્રની સાથે
અનેક સેવાભાવી સંસ્થાઓ, સમાજના આગેવાનો તથા ગ્રામજનો અથાક પરિશ્રમ કરી રહ્યાં છે.
કોરોનાના કપરા સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને સૌથી મોટી જરૂરીયાત ઓક્સિજનની પડે છે.
આ જરૂરીયાતને પહોંચી વળવા બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર અનેક પ્રયત્નો કરી રહ્યું છે
ત્યારે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે બનાસકાંઠા જિલ્લાના મૂળ વતની શ્રી રક્ષિતભાઇ આદણીને માત્ર કોલ કરી
થરાદ ખાતે ઓક્સિજન પ્લાન્ટ નાખવાની વાત કરી અને
ફ્કત બે મિનીટની ટેલીફોનીક વાતથી અદાણી પરિવારે વતન પ્રત્યેનું ઋણ ચુકવવા હકારાત્મકતા દાખવી હતી.
શ્રી રક્ષિતભાઇ અદાણીને
બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે
ઓક્સિજન પ્લાન્ટની વાત કરતાં જ
તેમણે હકારાત્મક અભિગમ સાથે
થરાદ રેફરલ હોસ્પીટલ ખાતે
રૂ. ૧ કરોડની માતબર રકમના ખર્ચે
PAC ઓક્સિજન પ્લાન્ટ
સ્થાપવાની હકારાત્મતા દાખવી હતી.
કલેકટરશ્રીની શ્રી રક્ષિતભાઇ અદાણી સાથેની ટેલીફોનીક વાતચીત બાદ
અદાણી પરિવારે આ પ્લાન્ટ માટે તાત્કાલીક વર્ક ઓર્ડર આપી પ્લાન્ટ માટેના જરૂરી સાધનોની વ્યવસ્થા કરી અને
થરાદ ખાતે મોકલી આપ્યા છે.
રૂપિયા એક કરોડનાં ખર્ચથી ઊભો થતો
પ્લાન્ટ બે-ત્રણ દિવસમા કાર્યરત થઇ જશે.
આ પ્રોજક્ટથી રોજની ૩૦૦થી 350 બોટલ રિફિલ થઇ શકશે
અત્રે ઉલેખનીય છે કે, થરાદ રેફરલ હૉસ્પિટલ ખાતે નિર્માણ પામેલ
PAC પ્લાન્ટ હવામાંથી ઓક્શિજન ઉત્પાદન કરશે અને કાયમી ધોરણે આ પ્લાન્ટ ચાલું રહેશે.
જેથી આવનાર કોરોનાની ત્રીજી લહેરમાં ખુબ જ ઉપયોગી સાબિત થશે તથા
થરાદ, સૂઇગામ, વાવ જેવા અનેક અંતરીયાળ વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.
પોતાના માત્ર એક કોલથી બનાસકાંઠા જિલ્લાની આટલી મોટી સેવા બદલ કલેકટરશ્રી આનંદ પટેલે
અદાણી પરિવારને અભિનંદન પાઠવી જિલ્લાની જનતા વતી આભાર વ્યક્ત કર્યો છે.
વધુ વાંચો.
એપોલો હોસ્પિટલના ડૉ.મહર્ષિ દેસાઈ: કોરોનાના 75 ટકા દર્દીઓને કોઈ સારવારની આવશ્યકતા હોતી નથીઃ
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268