એપોલો હોસ્પિટલના ડૉ.મહર્ષિ દેસાઈ:
કોરોનાના 75 ટકા દર્દીઓને કોઈ સારવારની આવશ્યકતા હોતી નથીઃ
શાંતિશ્રમ ન્યુઝ, અમદાવાદ.
ગુજરાત સરકારની કૉવિડ-19 ( Covid-19 ) ની તજજ્ઞ ડૉક્ટરોની ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યોએ
ગાંધીનગરમાં ( Gandhinagar ) કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ,
કોરોના દરમિયાન હોમ આઈસોલેશનનું ( Home Isolation ) મહત્વ,
ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવીર ઇંજેક્શનનો ઉપયોગ અને
રસીકરણ જેવા વિષયો પર નાગરિકો અને ડોક્ટરોને સતાવતી
વિવિધ પ્રકારની સમસ્યાઓનું સમાધાન થાય એ પ્રકારે વિસ્તૃતમાં વાતચીત કરી હતી.
ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ, એપોલો હોસ્પિટલના (Apolo Hospital )
ડૉ.મહર્ષિ દેસાઈએ જણાવ્યું હતું કે,
કોરોનાના વાયરસમાં વેરિએશન ખૂબ જ છે.
દરેક દર્દીની તાસીર અલગ હોય છે,
દરેક દવા પ્રત્યેનું દરેક વ્યક્તિનું રિએક્શન અલગ હોય છે.
વાયરસ ભલે એકનો એક હોય પણ
દરેક દર્દીમાં ક્લિનિકલ પિક્ચર અલગ હોઈ શકે.
કોરોનાના 75 ટકા દર્દીઓને કોઈ સારવારની આવશ્યકતા હોતી નથી.
નિયમિત રીતે પેરાસીટામોલ ( Paracetamol ) લો,
ખુબ પાણી પીઓ અને ઓક્સિજન ( Oxygen ) લેવલ જાળવી રાખો એટલું જ જરૂરી છે.
માત્ર 20 ટકા લોકોને હોસ્પિટલાઈઝેશનની ( Hospitalization ) આવશ્યકતા હોય છે,
તેમાંથી પણ માત્ર પાંચ ટકા લોકો કે જે કો-મોર્બિડ છે એમને જ ICCU ની જરૂર પડતી હોય છે.
કોરોના સાથેના એક વર્ષ પછી હવે આપણી પાસે આત્મવિશ્વાસ છે કે
દર્દી વેન્ટીલેટર પર હોય તો પણ યોગ્ય સારવારથી આપણે બહાર લાવી શકીએ છીએ.
ઘણા કોરોનાના દર્દીઓ માત્ર પેનીક થી હોસ્પિટલમાં જાય છે,
દરેક દર્દીઓને હોસ્પિટલમાં જવાની જરૂર નથી.
મોટાભાગના દર્દીઓ હોસ્પિટલમાં ગયા વિના જ હૉમ આઇસોલેશનમા સારવારથી સારા થઈ શકે છે.
વધુ વાંચો.
WHO એ આપી ચેતાવણી: WHO એ અમીર દેશોને કરી અપીલ, અત્યારે બાળકોને ન લગાવો કોરોના વેક્સીન.