રાજ્ય સરકાર દ્વારા આઠ જેટલા શિક્ષણવિદોની કમિટી આ માટે બનાવવામાં આવશે.પ્રથમ વખત કોરોનાને કારણે ધોરણ 10ની પરીક્ષા રદ કરીને અંદાજે 9.50 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં હવે કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 11 માં પ્રવેશ મેળવશે પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ ડિગ્રી અને ડિપ્લોમામાં પ્રવેશ મેળવવાનું પસંદ કરશે. પરંતુ આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા પણ માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હોવાને કારણે બદલાશે જે માટે રાજ્ય સરકાર દ્વારા કમિટી પણ બનાવવામાં આવશે.સ્કુલમાં ધોરણ 11 માં 6 લાખ વિદ્યાર્થીઓની જગ્યા છે. જેથી સ્કુલોમાં આ વખતે એડમીશન વધતા વધારાની વ્યવસ્થા કરાવી પડશે. ત્યારે ડિગ્રી ડિપ્લોમામાં પ્રવેશ આપવા માટે પણ મુંઝવણ છે
નવી કમિટી બનશે તેમાં હાલની પરિસ્થિતિ જોતા 3 પ્રકારે પ્રવેશ પર્ક્રિયા નક્કી થઇ શકે છે. જે વિદ્યાર્થીઓ ડીપ્લોમાં ડીગ્રીમાં એડમીશન લેવા ઈચ્છતા હોય તેમની એન્ટ્રસ એક્ઝામ પ લેવામાં આવી શકે છે, 10મા ધોરણમાં ભણતા પ્રીલીમરી પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે પ્રવેશ આપી શકાશે. અને ધોરણ 9 તથા 10 ના પરિણામ પરથી પ્રવેશ આપવામાં આવી શકે છે. આ પ્રમાણે ત્રણ રીતે રાજ્ય સરકાર દ્વારા બનનાર 8 શિક્ષણવિદોની કમિટીમાં નિર્ણય લેવાઈ શકે છે.
નિર્ણય સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી છે પરંતુ હવે બીજી તરફ તમામ પાસ થયેલ વિદ્યાર્થીઓને ધોરણ 11મા પ્રવેશ આપવાને લઈને સવાલ ઉભા થયા છે. હાલ ગુજરાતમાં ધોરણ 11 ના 6 લાખ વિદ્યાર્થીઓ માટે જ વ્યવસ્થા છે ત્યારે 9.50 લાખમાંથી 50 હાજર વિદ્યાર્થીઓ ડિપ્લોમાં કે અન્ય ક્ષેત્ર પસંદ કરે તો પણ 9 લાખ વિદ્યાર્થીઓનો સવાલ ઉભો રહે એમ છે .ધોરણ 11માં સાયન્સ/કોમર્સ/આર્ટસ એમ ત્રણ અલગ અલગ ક્ષેત્રમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યારે કોઈ એક ક્ષેત્ર પર ભાર વધાવની પણ શક્યતા છે.માસ પ્રમોશનને કારણે કોમર્સ અને આર્ટસ ક્ષેત્રમાં ઓછા વિદ્યાર્થીઓ એડમીશન લેશે અને સાયન્સ પર ભારણ વધશે.