અચાનક રાજકોટ ના મેંગો માર્કેટમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. વેપારીઓમાં આગને કારણે નાસભાગ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર દોડી ગયા હતા , જોકે લાખો નો માલઆગ પર કાબૂ મેળવે એ પહેલાં બળીને ખાખ થઇ ગયો હતો. આગ લાગવા પાછળનું કારણ રહસ્ય છે.મોટી સંખ્યામાં લોકો આગ લાગતાં એકત્ર થઇ ગયા હતા. આગ માર્કેટમાં વધુ પ્રસરે એ પહેલાં કાબૂમાં આવી જતાં વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
મોટી સંખ્યામાં શહેરીજનો રાજકોટની મેંગો માર્કેટમાં ફળ ખરીદવા આવે છે. ત્યારે આજે સવારે કોઇ કારણોસર આગ લાગતાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે આગ પર સદનસીબે ફાયરબ્રિગેડે કાબૂ મેળવી લીધો હતો. મોટી દુર્ઘટના આગ કાબૂમાં આવતાં ટળી હતી. કેટલાક વેપારીઓનો સામાન બળીને ખાખ થયો હતો.સતત પાણીનો મારો ચલાવતાં ફાયરબ્રિગેડના જવાનોએ આગ કાબૂમાં લાવી હતી.
ગ્રીનલેન્ડ ચોકડી નજીક કુવાડવા રોડ પર આવેલી મેંગો માર્કેટમાં ફ્રૂટ ભરવા માટેના પ્લાસ્ટિકના કેરેટનો મોટો જથ્થો સવારે આગ ભભૂકતાં બળી ગયો હતો. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમના સુનિલભાઇ જયેશભાઇ, જયદિપસિંહ સહિતનો સ્ટાફ લાય બંબા સાથે પહોંચ્યો હતો અને આગ બૂઝાવી હતી. ફાયર બ્રિગેડના સુત્રોના કહેવા મુજબ આગ લાકડાની પેટીઓના જથ્થામાં તથા પ્લાસ્ટિકના કેરેટ માં લાગી હતી. આગથી કોઇ જાનહાની થઇ નથી.પિન્ટૂભાઇ પટેલ, મેંગો માર્કેટના પ્રમુખ ના જણાવ્યા મુજબ કદાચ કોઇ તણખો આવતાં તેના કારણે આગ લાગી હોઈ શકે. આશરે 5 હજાર જેટલા પ્લાસ્ટિકના કેરેટ, લાકડાના બોક્સ બળી ગયા હતાં. આગથી અંદાજે એકાદ લાખનું નુકસાન થયું છે કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.