ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના આતંકવાદી જૂથ હમાસ વચ્ચેનો સંઘર્ષ કંઈ નવી વાત નથી, હાલમાં જ તે ફરી એક વખત ભડક્યો છે.
પેલેસ્ટિનિયન અને ઇઝરાયલી સુરક્ષા દળો ગત સપ્તાહે શુક્રવારે રાત્રે જેરૂસલેમની અલ અક્સા મસ્જિદમાં હિંસક રીતે અથડામણ થઈ હતી.
ઇઝરાઇલ અને હમાસ વચ્ચેનો ઝઘડો હવે હવાઈ અને રોકેટ હુમલામાં સમાપ્ત થયો છે. આ હવાઈ હુમલામાં બંને પક્ષોના અનેક લોકોનો ભોગ લેવાયો છે.
પેલેસ્ટાઇનના સમર્થનમાં બધા ઇસ્લામી દેશો આગળ આવ્યા. ઇસ્લામિક કોન્ફરન્સના 57 સભ્યોની સંસ્થા (ઓઆઈસી) એ સંયુક્ત નિવેદન જારી કરીને ઇઝરાઇલની કાર્યવાહીની નિંદા કરી છે.
તેના ઠરાવમાં પાકિસ્તાને ઇઝરાઇલની કાર્યવાહી અંગે સંયુક્ત નિવેદનો હાકલ કરી હતી. પાકિસ્તાનની દરખાસ્તને ઓઆઈસી દ્વારા સર્વાનુમતે ટેકો મળ્યો હતો.
ઇસ્લામિક સહયોગના સંગઠનના રાજદૂતે આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર (યુએન) સમક્ષ રજૂ કરવા માટે સદસ્ય દેશોનું જૂથ બનાવ્યું છે. પાકિસ્તાન પણ આ જૂથનો મહત્વપૂર્ણ સભ્ય છે.
યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે મંગળવારે એક અલગ નિવેદનમાં કહ્યું છે કે તે પેલેસ્ટિનિયન પ્રદેશોમાં થતી હિંસા અંગે “ખૂબ જ ચિંતિત છે”.
સંયુક્ત રાષ્ટ્રએ ઇઝરાયલી સુરક્ષા દળો અને પેલેસ્ટિનિયન સમર્થકો વચ્ચે શાંતિ પુન:સ્થાપિત કરવાની માંગ કરી છે.
ઇઝરાયેલના આક્રમણ અંગે આક્રોશ વ્યક્ત કરવા માટે ઓઆઈસીના સભ્ય દેશોના રાજદૂરોએ સંયુક્ત રાષ્ટ્રમાં ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
જેમાં પૂર્વ જેરુસલેમમાં પેલેસ્ટાઈનીઓ સામે ઇઝરાઇલી દળો દ્વારા કરવામાં આવેલા “બળજબરીનો ઉપયોગ” ની નિંદા કરી હતી.
બેઠક બાદ જારી કરાયેલા એક નિવેદનમાં ઓઆઈસીના રાજદૂતે કહ્યું કે ઇઝરાઇલના રમઝાન દરમિયાન પૂર્વ જેરૂસલેમના શેખ ઝરાહ પર અને ગાઝામાં પેલેસ્ટિનિયન સમર્થકો પરના હુમલા બધા માનવતાવાદી કાયદા અને માનવાધિકાર કાયદાની વિરુદ્ધ છે.
ઇસ્લામિક દેશોના રાજદૂતોએ આંતરરાષ્ટ્રીય સમુદાયને હાકલ કરી છે કે, દાયકાઓથી ત્યાં રહેતા શેખ ઝારહના રહેવાસીઓને હાંકી કાઢવાના ઇઝરાઇલના પ્રયત્નોને તાત્કાલિક અટકાવો.