જના સ્મોલ ફાઇનેન્સ બેંક તેના તમામ ગ્રાહકો માટે ખાસ સુવિધા લઇને આવી છે. આ સુવિધા બેંકના વર્તમાન અને નવા ગ્રાહકોને મળશે.આ સુવિધાનું નામ “I choose my number” આપવામાં આવ્યું છે. તેના હેઠળ ગ્રાહકોને તેમના પસંદના નંબરથી અકાઉન્ટ ખોલાવવાનો વિકલ્પ મળશે.
ઉલ્લેખનીય છે કે ઘણા લોકોને લકી નંબરને લઇ વિશ્વાસ હોય છે. તેઓ તેમના લકી નંબરથી શરૂ થનારા ફોન નંબર ઉપયોગ કરે છે.ઉપરાંત પસંદગીની વાહનની નંબર પ્લેટ પણ લે છે. લકી નંબર પર લગ્ન કરે છે. આ વિચારધારાને જોતા બેંકે આ પહેલ શરૂ કરી છે.
આ કંપનીના MD અને CEOએ જાણકારી આપી
પસંદગી ક્યા પ્રકારે થશે એની માહિતી આપી
જના સ્મોલ ફાઇનાન્સ બેંકના ગ્રાહક હવે તેમના અકાઉન્ટના છેલ્લા 10 નંબર તેમની પસંદગીથી પસંદ કરી શકે છે. ગ્રાહક દ્વારા પસંદ કરવામાં આવેલી સંખ્યાની ફાળવણી ઉપલબ્ધાતાના આધારે થશેએ ઉલ્લેખનીય છે
જના સ્મોલ ફાઇનેન્સ બેંકના એમડી અને સીઈઓ અજય કંવલે જણાવ્યું કે અમને ખબર છે કે બેંકિંગ સરળ અને વ્યક્તિગત હોય. આ નવો ફિચર ગ્રાહકોને બેંક સાથે જોડવામાં મદદ કરશે કારણ કે તે શુભ અથવા ભાગ્યશાળી સંખ્યાની પસંદગી કર છે. જના બેંકમાં અમે ગ્રાહકોને તેમની પ્રાથમિકા મુજબ સમાધાન ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ.