કોરોના વાયરસ અંગે ચીન દ્વારા કરાયેલા કોઈપણ દાવાને સ્વીકારવા માટે વિશ્વ તૈયાર નથી.
કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનમાં થઈ અને તે બિમારી વિશ્વભરમાં ફેલાઈ ગઈ. તેનાથી ચીન કેવી રીતે સુરક્ષિત છે?
ભારત સહિત આખું વિશ્વ છેલ્લા બે વર્ષથી કોરોના સામે લડી રહ્યું છે. યુ.એસ. ને કેટલાક ગુપ્ત દસ્તાવેજો મળ્યા પછી પણ વધુ ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે.
યુ.એસ. દ્વારા મેળવેલા ગુપ્ત દસ્તાવેજથી ચીન વિશે શંકાઓમાં વધારો થયો છે. આ 2015 ની ઘટનાઓથી સંબંધિત એક અહેવાલ છે.
વિશ્વ જ્યારે કોરોનાના જીવલેણ અસરોથી વાકેફ ન હતું. ત્યારે જ ચીને કોરોના વાયરસનું એક શસ્ત્ર તરીકે પરીક્ષણ કરવાનું શરૂ કર્યું.
ચીનના લશ્કરી વૈજ્ઞાનીકોએ આગાહી કરી હતી કે ત્રીજા વિશ્વ યુદ્ધ જૈવિક શસ્ત્રો દ્વારા લડવામાં આવશે.
આને કારણે ચીન ઉપર શંકા ઉભી થઈ છે. યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રાપ્ત ગુપ્ત દસ્તાવેજો મેળવી મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
દસ્તાવેજોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ચીની સેનાના પીએલએ કમાન્ડર આ કપટી ષડયંત્રમાં શામેલ છે.
2015 માં, લશ્કરી વૈજ્ઞાનિકો અને ચીનના આરોગ્ય અધિકારીઓએ એક દસ્તાવેજમાં જણાવ્યું હતું કે તેઓ કોવિડ -19 વિશે રીસર્ચ રહ્યા છે.
ચીનના વૈજ્ઞાનિકોએ સાર્સ કોરોના વાયરસને “બાયોલોજિકલ કિલરનો નવો યુગ” ગણાવ્યો છે. કોવિડ તેનું ઉદાહરણ છે. તે કહે છે કે જૈવિક હુમલો દુશ્મનની આરોગ્ય પ્રણાલીનો નાશ કરશે.
પીએલએ દસ્તાવેજમાં યુએસ એરફોર્સના કર્નલ માઇકલ જેના અધ્યયનનો પણ ઉલ્લેખ છે. માઇકલે કહ્યું હતું કે ત્રીજો વિશ્વ યુદ્ધ જૈવિક શસ્ત્રોથી લડશે.
ઓસ્ટ્રેલિયાના નેતા જેમ્સ પીટરસને આ માહિતી લીક થવાના લીધે ચિંતા વ્યક્ત કરી છે. પીટરસને જણાવ્યું હતું કે દસ્તાવેજોમાં કોરોનાની ઉત્પત્તિ અંગેની ચીનની પારદર્શિતા પર શંકા છે.
આ લેખ પ્રકાશિત કરવા બદલ ચીને ઓસ્ટ્રેલિયાની ટીકા કરી છે. ચીને કહ્યું છે કે ઓસ્ટ્રેલિયા તેની છબીને દૂષિત કરવા માટે અભિયાન ચલાવી રહ્યું છે.