યુકેની એક મહિલાએ માત્ર 27 સેકન્ડમાં બાળકને જન્મ આપીને રેકોર્ડ સર્જ્યો છે.
29 વર્ષની સોફી બગ 38 સપ્તાહની ગર્ભવતી હતી, તેને મધરાતે જાગીને યુકેમાં હેમ્પશાયરના બેસીંગસ્ટોકમાં તેના ઘરે વોશરૂમ વાપરવાની જરૂર પડી હતી.
એક મિનિટ કરતાં પણ ઓછા સમય પછી, તે બાથરૂમની બહાર હતી, તાયરે એક બાળક તેની સાથે બહાર આવ્યું હતું.
તેના પતિ, ક્રિસ, 32, જ્યારે સોફી બાથરૂમના દરવાજાની બહાર બાળકનું માથું પગની વચ્ચે લઇ દેખાઇ ત્યારે તેને ઝડપી કાર્યવાહી કરવી પડી.
માત્ર એક ધક્કો સાથે, બાળક મીલીનો જન્મ તેના પિતાની હાથમાં થયો હતો.
ડેઇલી મેઇલને સોફીએ કહ્યું, “તે હાસ્યાસ્પદ રીતે ઝડપી હતું! એક ક્ષણ હું મારા મિત્રને શૌચાલય પર ટેક્સ્ટ કરું છું અને સેકંડ પછી, મને મારા હાથમાં એક બાળક હતું. હું જેની સાથે વાત કરતી હતી એને કહ્યું કે પુશ (ધક્કો) કર અને 27 સેકન્ડમાં બાળક અમારા હાથમાં હતું. ”
તેણીએ કહ્યું, “મને કોઈ દુખાવો નહોતો થયો, બાળકના જન્મ થવાની પણ કોઈ અનુભૂતિ થઈ ન હતી. તે ખરેખર વિચિત્ર લાગશે પરંતુ મને એવું લાગ્યું હતું કે મારે એક પૂ ( ગુરૂશંકા ) માટે જવું જરૂરી છે.”
તેણીએ આગળ કહ્યું, “મેં મારા મિત્રને એમ કહ્યું હતું કે મને સારું નથી લાગતું, તે પછી ફોન જ્યાં હું લૂ પર બેઠી હતી ત્યાંથી નીચે મૂકી અને શૌચાલયમાંથી ઉભી થવા ગયી….”
“….જ્યારે હું મારી જાતને ઉંચકવા ગયી ત્યારે મને એવી લાગણી થઈ કે મારે પૂ (ગુરૂશંકા) માટે દબાણ કરવાની જરૂર છે. તેથી હું નીચે બેઠી, ધક્કો માર્યો”
તેણીએ ઉમેર્યું, “ત્યાર બાદ મને લાગણી થઈ કે તે દબાણ પાછળથી મહસુસ ન હતું થયું મેં, મારો હાથ મારા પગ વચ્ચે મૂકી દીધો હતો અને બાળકનું માથું બહાર નીકળ્યું હતું. મેં મદદ માટે મારા પતિને બૂમ મારી, હું શૌચાલયના દરવાજાની બહાર ગયી, અને સહેજ દબાણ કર્યું અને તે બહાર આવી ગઈ! ”
પેરામેડિક આવે તે પહેલાં 12 મિનિટ સુધી સોફી તેની નવજાત પુત્રીને રમાડતી બેઠી હતી.
નાભિની દોરી કાપ્યા પછી, સોફી અને મિલીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સંપૂર્ણ રીતે સ્વસ્થ ઘોષિત કર્યા બાદ કલાકો પછી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.