દીઓદરમાં મહેતા પરિવાર દ્વારા ગુરૂભગવંતોની સુંદર વૈયાવચ્ચનો અનેરો લાભ:
પૂ.ડહેલાના સમુદાયના વડીલ નાયક આ.ભ.શ્રી વિ.યશોભદ્રસૂરીશ્વરજી મ.સા.,
પૂ.આ.ભ.વિ.પિયુષભદ્રસૂરીશ્વરજી મ.સા.,
આદિ સાધુ-સાધ્વીજી ભગવંત આદિઠાણા
દીઓદર નગરે દિયોદર સંઘમાં બિરાજમાન છે.
અત્યારે ચાલતી કોરોના મહામારીની વિષમ પરિસ્થિતિના કારણે
પૂ.ગુરૂભગવંતશ્રીને ગૌચરી, પાણીમાં અનુકુળતા રહે તે હેતુસર
ગુરૂભગવંતની આજ્ઞા અને આશીર્વાદથી
શ્રી દિયોદર જૈનસંઘના આદેશથી
ચૈત્રવદ-ર થી વૈશાખ સુદ-૧ સુધી
મીઠું રસોડું ચાલુ કરવાનું નક્કી કરેલ છે.
જેનો સંપૂર્ણ લાભ
સુધાબેન રમણીકલાલ દિપચંદભાઈ મહેતા
પરિવારે લીધેલ છે.
તેમજ પૂ.સાધુ ભગવંતને જ્ઞાન પીરસવા માટે
શંખેશ્વરથી આવતા પંડિતવર્યને આપવાની થતી રકમ
રૂા.૧૦ હજાર નો લાભ પણ આ પરિવાર દ્વારા લેવાયેલ છે.
આ પરિવારના રમણિકભાઈ, કેતનભાઈ આદિ પરિવારજનો
પ્રતિદિન ત્રણેય ટાઈમ ગુરૂભગવંતોની સુંદર વૈયાવચ્ચ કરી રહ્યા છે.
રસોડા મધ્યે સી.કે.શાહ, સંજયભાઈ શાહ આદિ સુંદર સહયોગ પુરો પાડી રહ્યા છે.
વધુ વાંચો
મુક્તિ તિલક ફાઉન્ડેશન, સુરત દ્વારા CHC શીહોરી મધ્યે ઓક્સિજનની ચાલીસ બોટલો અર્પણ કરાઈ
દીઓદર કોવીડ કેર સેન્ટરમાં જૈન સમાજ દ્વારા કુલ ૨૦ ઓક્સીજનના બાટલા તથા ૯ ઓક્સિજન ફ્લો મીટર અર્પણ