ગુજરાતમાં નવા કોવિડ કેસોમાં થોડો ઘટાડો થવાનું ચાલુ છે.
સાથે સાથે છેલ્લા 12 દિવસમાં, પરીક્ષણની સંખ્યામાં લગભગ 26 ટકાનો ઘટાડો થયો છે.
23 એપ્રિલના રોજ એક દિવસમાં 1.90 લાખ કરતા ઓછા નમૂનાઓનું પરીક્ષણ કરવાથી, રાજ્યએ 4 મેના રોજ એક દિવસમાં લગભગ 1.40 લાખ નમૂનાઓનું પરીક્ષણ કર્યું હતું.
બીજી તરફ ટેસ્ટ પોઝિટિવિટી રેટ નવ ટકાથી ઉપર જ રહેલ છે.
રાજ્યના આરોગ્યના બુલેટિન મુજબ, બુધવારે 792 દર્દીઓ વેન્ટિલેટર પર હતા અને અન્ય 12955 નવા કેસ આવ્યા હતા. જ્યારે અન્ય ૧33 લોકોએ ચેપના લીધે જીવ ગુમાવ્યો હતો.
રાજ્યમાં આજ સુધી સત્તાવાર રીતે 6.32 લાખથી વધુ કેસ અને લગભગ 7,900 લોકોનાં મોત નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં 4,174 નવા કેસ અને 22 લોકોના મોત નોંધાયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા એક અઠવાડિયામાં 26 એપ્રિલથી 2 મેની વચ્ચે શહેરમાં દરરોજ 15,576 આરટીપીઆર પરીક્ષણો લેવામાં આવ્યા હતા.
AMC મુજબ ડ્રાઇવ થ્રુ પરીક્ષણ હાલમાં સાત સ્થળોએ ઉપલબ્ધ છે અને દરરોજ આશરે 7000 આરટી-પીસીઆર પરીક્ષણો લેવામાં આવે છે.
પાછલા અઠવાડિયાના પરીક્ષણ નંબરો જોકે એપ્રિલ 19 અને 25 ની વચ્ચે લેવામાં આવેલા પરીક્ષણની તુલનામાં ઘટાડો દર્શાવે છે.
ત્યારે દરરોજ સરેરાશ 28,184 પરીક્ષણો લેવામાં આવતા હતા, જેમાં એન્ટિજેન પરીક્ષણો તેમજ આરટી-પીસીઆર પરીક્ષણો શામેલ છે.
આ અઠવાડિયામાં દૈનિક આરટી-પીસીઆર પરીક્ષણો દરરોજ આશરે 16,000 જેટલા હતા.
રાજ્યના અન્ય કેટલાંક જિલ્લાઓ દિવસના 1000 કરતા ઓછા નમૂનાઓનું પરીક્ષણ કરી રહ્યા છે. જેમાં અરવલ્લી, બોટાદ, દાહોદ, ડાંગ, પાટણ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
642 નમૂનાઓ સામે 4 મેના રોજ 84 કેસ નોંધાયા બાદ પાટણમાં પરીક્ષણ પોઝિટિવિટી દર 13.08 ટકા જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગરમાં 4 મેના રોજ 343 નમૂનાઓ સામે 62 કેસ નોંધાયા હતા, જેમાં દિવસનો ટેસ્ટ પોઝિટિવિટી દર 18 ટકા હતો.
મંગળવારે દાહોદમાં 769 નમુનાઓની સામે 162 નવા કેસ નોંધાયા હતા. 4 મેના રોજ અરવલ્લીનો પરીક્ષણ પોઝિટિવિટી રેટ આશરે 13 ટકા રહ્યો છે જેમાં 787 નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું.