કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમદાવાદ જૈન મિત્ર મંડળ દ્વારા અઢી લાખ રૂપિયા ની દવાની કિટો અર્પણ કરવામાં આવી:
કાંકરેજ તાલુકામાં દરેક જગ્યાએ કોરોના કટોકટીમાં દવા ઇન્જેક્શન અને ઓકસીજન બાબતે ખુબજ જરૂર પડે છે
ત્યારે કોરોના કટોકટીમાં સંકટમોચન તરીકે સરકાર ની વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને સાવ નિષ્ફળ ગઈ છે
ત્યારે લોકોની વ્હારે આવ્યા એનજીઓ અને મિત્ર મંડળો એવીજ રીતે
આજ રોજ તારિખ ૫/૫/૨૦૨૧ ના રોજ
સવારે અગિયાર વાગે
અમદાવાદ જૈન મિત્ર મંડળ દ્વારા
જુદી જુદી દવાઓ સેનીટાઈઝર જેવી અગત્યની દવાઓ
કંબોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં
અર્પણ કરવામાં આવી હતી.
ડોકટર ભાટિયા.અને કંબોઈ સરપંચ શ્રી કાનજી સોલંકી અને ગ્રામ જનો અને
પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન ગોપાળ સિંહ સોલંકી, સુરસિંહ સોલંકી, બાબુજી સોલંકી ડેલિગેટ તેમજ સમગ્ર આરોગ્ય વિભાગ ની ટીમે કોરોના દર્દી ના સારવાર અર્થે ખડે પગે રહીને કામગીરી હાથ ધરી હતી.
ત્યારે દાતા શ્રી કંંબોઇ જૈન મિત્ર મંડળ, અમદાવાદ દ્વારા તેના કાર્યકર યુવાનો પ્રકાશભાઈ શાહ, રવિકુમાર શાહ, હિરેનભાઈ શાહ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના અંગે જાણ થતાં દવા લઈને કંબોઈ ખાતે આવી પહોંચ્યા હતા
અને કોરોના મહામારી માં સપડાયેલ લોકોના જીવ બચાવવા જૈન મિત્ર મંડળ આગળ આવ્યું હતું
ત્યારે કંબોઈ સેવા મંડળ દ્વારા પણ અદાણી પાટી પ્રાથમિક શાળામાં 19 કોવિડ સેન્ટર ચાલુ કરવામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
વધુ વાંચો
દીઓદર કોવીડ કેર સેન્ટરમાં જૈન સમાજ દ્વારા કુલ ૨૦ ઓક્સીજનના બાટલા તથા ૯ ઓક્સિજન ફ્લો મીટર અર્પણ