દીઓદરમાં બીજી ૧૦૮ એમ્બુલન્સ નું લોકાર્પણ કરતા ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા
દીઓદરમાં ૧૦૮ ની સુંદર સેવાઓ મળી રહી છે.
તેમાંય હાલે કોરોનાની મહામારીમાં ક્યારેક દર્દીને ધારપુર કે ડીસા લઈ જતાં ૧૦૮ આવવામાં વિલંબ થઈ જતાં
લોકો હેરાન પરેશાન હતા.તેમાંય દીઓદરમાં રેલ્વે ઓવરબ્રિજનું કામ ચાલુ છે.
ફાટક બંધ થાય ત્યારે અડધો કલાક આરામથી નીકળી જાય.
અને ટ્રાફીક જામ થઈ જાય જેના કારણે ૧૦૮ પણ અટવાઈ જાય.
આમ દીઓદર ધારાસભ્યશ્રી શીવાભાઈ પાસે રજુઆત થતાં તેમણે આરોગ્ય વિભાગ સમક્ષ
બીજી ૧૦૮ ની સેવા દીઓદરને દીઓદરને પુરી પાડવા વિનંતી કરતાં
તાત્કાલીક ધોરણે બનાસકાંઠામાં ફાળવાયેલ
૧૦૮ પૈકીની
એક દીઓદરમાં ફાળવાયેલ
જેનું આજે શ્રીફળ વધેરી
ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાના હસ્તે પ્રારંભ કરાયેલ.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી અનિલભાઈ માળી,
શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ દેસાઈ,
પૂર્વ પ્રમુખ બી.કે.જાેષી, સુરેશભાઈ શાહ (લાટીવાળા)
જે.બી.દોશી, આરોગ્ય અધિકારી બ્રિજેશ વ્યાસ,
તથા ૧૦૮ નો સ્ટાફ પરિવાર આદિ ઉપસ્થિત રહેલ.
શીવાભાઈ ભુરીયાએ જણાવેલ કે દીઓદરમાં રેલ્વે ફાટકના કારણે પશ્ચિમ વિભાગના લોકોને ખૂબજ મુશ્કેલી પડતી હતી.
હવે બે ૧૦૮ થતાં મુશ્કેલી હળવી થશે.
વધુ વાંચો
ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા સીએસસી દિયોદર ખાતે દવા તેમજ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું