શિક્ષિકાશ્રી રમીલાબેન ડી. મકવાણા (રમા)એ
ભાભર તાલુકાના ૫૩ જેટલાં ગામોમાં
કોરોના સમયે લોક જાગૃતિ ફેલાવી:
મહાન અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ ચાણક્યે સાચું જ કહ્યું છે કે
शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में पलते है।
આ સૂત્રને જીવનમાં ચરિતાર્થ કર્યુ છે,
બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની લાડુલા પ્રાથમિક શાળાના શિક્ષિકા- આચાર્ય શ્રી રમીલાબેન ડી. મકવાણાએ.
જી, હા તેઓ બાળકોના ઘડતરની સાથે કોરોનાની આ વૈશ્વિક મહામારીના કપરા સમયમાં
લોકોમાં જાગૃતિ લાવવા ઉનાળાના ધોમધખતા તાપમાં ભાભર તાલુકાના ગામડાઓ ખુંદીને લોકોમાં જાગૃતિ લાવી રહ્યાં છે.
અત્યારે કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે
ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને લોકો કોરોના સંક્રમણનો ભોગ ન બને
તે માટે આ વાયરસના સંક્રમણને રોકવા માટે લોકજાગૃતિ અતિ આવશ્ય છે.
આપણી શિક્ષણ જગતની પરંપરા રહી છે કે
શિક્ષક હંમેશા ગામ અને સમાજને માર્ગદર્શન આપતા રહ્યાં છે.
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામના વતની અને બનાસકાંઠાને પોતાની કર્મભૂમિ બનાવી શિક્ષણની સુવાસ ફેલાવી રહેલા
આચાર્ય શ્રી રમીલાબેન ડી. મકવાણાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અભિયાનને સફળ બનાવવા
મારું ગામ કોરોના મુક્ત ગામ બને,
મારો તાલુકો કોરોના મુક્ત તાલુકો બને,
તેવી જ રીતે જિલ્લો, રાજ્ય અને આ રાષ્ટ્ર કોરોના મુક્ત બને તે માટે તેમણે અભિયાન આદર્યું છે.
આમ, તો હાલ પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન છે,
પરંતું ગામ અને દેશ માટે કોરોનાના કપરા સમયમાં કંઇક કરી છૂટવાની તમન્ના ધરાવતા
શ્રી રમીલાબેન વેકેશનમાં માદરે વતન જઇ રજાઓ માણવાના જવાના બદલે
પોતાની કર્મભૂમિના સ્થળે રહીને એક સમાજસેવી શિક્ષિકા તરીકે સમાજ સેવાની સાધના કરી રહ્યાં છે.
પોતાના સ્વ-ખર્ચમાંથી ઇકો ગાડીમાં મોબાઈલ વાન તૈયાર કરાવ્યું,
જેમાં કોરોના પ્રત્યે લોક જાગૃતિ દર્શાવતા
સ્લોગન લખેલા બેનરો લગાવી તેમજ
માઈક બાંધીને લોકોમાં જાગૃતિ લાવવા
ભાભર તાલુકાના ૫૩ જેટલાં ગામોનો પ્રવાસ કરી
ગામના સરપંચશ્રીઓ અને આગેવાનોને મળી કોરોનાની આ મહામારીથી બચવા આયુર્વેદિક ઉકાળો પીવો તેમજ ગામમાં રસીકરણ કરાવો,
તમે સલામત તો દેશ સલામત જેવો પ્રચાર- પ્રસાર કરી લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી પંરતું
સાવચેતી રાખવી ખુબ જરૂરી છે એ વાત તેમણે સમજાવી છે.
અફવાઓ થી દુર રહો અને સરકારશ્રી દ્વારા વખતોવખત આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા
તેમણે ગ્રામવાસીઓને પોતાના પ્રવાસ દરમ્યાન ભાવભરી અપીલ પણ કરી છે.
લાડુલા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રમીલાબેન ડી. મકવાણા (રમા) લવાજમ વગરના મુખપત્ર “બાલ તરંગ” ઈ મેગેઝીનનાં તંત્રી પણ છે.
આ કામગીરી એક કોરોના યોદ્ધા તરીકે વીરાંગનાની જેમ શ્રી રમીલાબેન ડી. મકવાણા કરી રહ્યાં છે.
જેની ભાભર પંથકના લોકો નોંધ લઇ તેમને અભિનંદન પાઠવી તેમની આ કામગીરીને બિરદાવી રહ્યાં છે.
તમે પણ આ કામને બિરદાવવા માગો છો તો
તેમના મો. ૯૫૮૬૫૯૯૯૮૮
પર ફોન કરી અભિનંદન પાઠવી શકો છો.
વધુ વાંચો
ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા સીએસસી દિયોદર ખાતે દવા તેમજ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું