દિયોદર કોવિડ હેલ્થ સેન્ટરમાંથી ૫૯ કોરોના સંક્રમિત દર્દીઓ કોરોનાને હંફાવી ઘેર પહોંચ્યાઃ
૧૭ દર્દીઓ સારવાર હેઠળ:
કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન પ્રમાણે
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ કોવિડ કેર સેન્ટરો અને કોવિડ હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.
જિલ્લામાં દાતાશ્રીઓ અને સ્વૈચ્છીક સંગઠનોના સહયોગથી શરૂ કરવામાં આવેલ
આ કોવિડ કેર અને કોવિડ હેલ્થ સેન્ટરો જિલ્લાના અંતરીયાળ અને ગ્રામ્ય વિસ્તારના
કોરોના સંક્રમિત દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યાં છે.
કલેકટરશ્રીની સુચનાને પગલે સ્થાનિક તંત્રએ
ગામના શ્રેષ્ઠીઓ અને અગ્રણી દાતાશ્રીઓના દાનથી સારવાર લેવા આવતા લોકો માટે
રહેવા-જમવા, દવા અને સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવી છે.
દિયોદરના સેવાભાવી તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ર્ડા. બ્રિજેશ વ્યાસ અને તેમની ટીમ દ્વારા
દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર કોરોનાની બીજી લહેર શરૂ થઇ ત્યારથી શરૂ કરવામાં આવ્યું છે.
આ કોવિડ હેલ્થ સેન્ટરમાં અત્યાર સુધી
૧૦૭ કોરોના સંક્રમિત દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતાં.
આ પૈકી ઘણાં એવા દર્દીઓ હતાં કે
જેમને ઓક્શિજન સેચ્યુરેશન ઓછું હતું.
પરંતું ર્ડાકટરો અને સ્ટાફ નર્સ બહેનોની સતત મહેનત રંગ લાવી છે.
આ ર્ડાક્ટરોની સારવારથી છેલ્લા ૧૫ દિવસમાં ૫૯ જેટલાં કોરોના સંક્રમિત દર્દીઓ બિલકુલ સ્વસ્થ થતાં
તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
હાલ તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી રહ્યાં છે તેમ
બનાસકાંઠા જિલ્લા પંચાયતના એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. એન. કે. ગર્ગે જણાવ્યું છે.
તેમણે કહ્યું કે, દિયોદરના કોવિડ હેલ્થ સેન્ટરમાં અત્યારે ૧૭ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે
જેમાંથી ૧૪ દર્દીઓ બિલકુલ સ્ટેબલ છે અને ત્રણ દર્દીઓની સ્થિતિ ક્રિટીકલ છે
તેમને તબીબો સારવાર આપી સાજા કરવા મહેનત કરી રહ્યાં છે.
આમ, દિયોદર કોવિડ હેલ્થ સેન્ટર આ વિસ્તારના લોકો માટે કોરોના કાળમાં સંજીવની પુરવાર થઇ રહ્યું છે.
વધુ વાંચો