કોરોના મહામારીમાં લોકોની સેવા માટે વધુ પાંચ
૧૦૮ એમ્બ્યુલન્સને
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રીએ પ્રસ્થાન કરાવ્યું:
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા
કોરોનાની વૈશ્વિક મહામારીમાં લોકોની સેવા માટે
વધુ પાંચ ૧૦૮ એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવી
લોકોની સેવા માટે મુકવામાં આવી છે.
કોરોનાની બીજી લહેરના સંક્રમણને ઘટાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા
યુધ્ધના ધોરણે અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
૧૦૮ એમ્બ્યુલન્સના પ્રસ્થાન પ્રસંગે મિડીયાને મુલાકાત આપતાં
કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, કોરોનાના સંજોગો અને કોઇપણ પ્રકારની ઇમરજન્સીના સમયમાં
લોકોને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સની કામગીરી બહુ સરાહનીય રહી છે.
જિલ્લામાં અત્યાર સુધી ૨૪ જેટલાં અલગ અલગ સ્થળોને ૧૦૮ એમ્બ્યુલન્સની સેવામાં આવરી લીધા હતાં.
પરંતું જિલ્લાની જનસંખ્યા, વિસ્તારને ધ્યાને લઇ લોકોને સ્થાનિક કક્ષાએ તાત્કાલીક સારવાર મળી રહે
તે માટે વધુ પાંચ ૧૦૮ એમ્બ્યુલન્સ અલગ અલગ સ્થળોએ રવાના કરવામાં આવી છે.
જેનાથી હાલની કોરોનાની સ્થિતિ અને આવનાર સમયમાં કોઇપણ પ્રકારની ઇમરજન્સી ઘટના બને
તેવા સંજોગોમાં આ સુવિધા વધુ ઉપયોગી સાબિત થશે અને
લોકોને ઝડપથી આરોગ્ય સુવિધાઓ મળશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. એસ. એમ. દેવ,
સીવીલ સર્જશ્રી ર્ડા. ભરત મિસ્ત્રી, ૧૦૮ ના શ્રી કિરણ પરમાર સહિત આરોગ્યના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
વધુ વાંચો
શું તમારી તવચા પણ ‘ટેન’ ના લીધે કાલી પડી ગઈ છે, જાણો રામબાણ ઉપાય..