સાધાર્મિક ઉત્થાન – એક અનોખુ અનુષ્ઠાન
જૈન એલર્ટ ગ્રુપ દ્વારા સાધાર્મિક ઉત્થાનનો અનોખુ અનુષ્ઠાન:
આજનો પવિત્ર દિવસ તા. 02/05/21 ચૈત્ર વદ – 6
પૂજ્ય આચાર્ય ભુવનભાનસુરી મ.સા. નો 110 મો જન્મ દિવસ
રાજ પ્રતિબોધક પરમ પુજ્ય આચાર્ય શ્રી રત્નસુંદરસૂરિ મહારાજાના શુભ આશીર્વાદ અને
યુવાહૃદય-સમ્રાટ પરમ પુજ્ય આચાર્ય શ્રી હેમરત્નસૂરિજી મહારાજાના
શુભ આશીર્વાદ હેઠળ જૈન એલર્ટ ગ્રુપ દ્વારા ધાર્મિક ઉત્થાનના અનોખા અનુષ્ઠાન માટે શરુઆત કરાઇ.
આજે જીવદયા પ્રેમી શ્રીયુત કુમારપાલભાઇ અને સાધર્મીક વત્સલ શ્રી કલ્પેશભાઇ વી શાહ
સહિત 11 શ્રાવક દ્વારા
અમદાવાદની ધન્ય ભૂમિ પર …….
> શાસનપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાન ..
> સ્મૃતિ મંદિર – પાલડી મધ્યે બિરજમાન યુગપુરુષ આચાર્ય શ્રી ભુવનભાનુસૂરિજી અને
> લબ્ધિનિધાન જૈન સંઘ- આંબલી, બોપલ સમાધિ મંદિર મધ્યમ બીરાજમાન સુવિશાળ ગચ્છધિપતિ પરમ પુજ્ય આચાર્ય શ્રી જયઘોષસૂરિજી …….
આદિ ત્રણ પવિત્ર સ્થળોએ, તેમના પગલાંમાં પ્રતિકના રૂપમાં ત્રણ-ત્રણ પ્રદક્ષિણા આપીને મંદિરને અર્પણ કરવામાં આવ્યું હતું.
શ્રી યુક્ત કુમારપાલભાઇ અને શ્રી કલ્પેશભાઇના માર્ગદર્શન હેઠળ
નાના ગામોના 4000 પરિવારોની
૬ મહિના સુધી આધ્યાત્મિક ભક્તિ અને સશક્તિકરણ
( માર્ગદર્શન, વ્યવસાય કનેક્ટ, કૌશલ્ય વિકાસ, જોબ પ્લેસમેન્ટ) દ્વારા તેમના ઉત્કર્ષ કાર્યની શરૂઆત થઈ.
વધુ વાંચો
ફ્રી જૈન ટિફિન સેવા: અમદાવાદ શ્રી પરમ આનંદ જૈન સંઘ દ્વારા પુરી પડાતી અદભૂત સેવા
વીરમ્ પરિવાર, અમદાવાદ દ્વારા આજ રોજ રસ પુરી નું વિતરણ કરવામાં આવ્યું.