નરેન્દ્ર મોદીએ કરી બીજી મોટી બેઠક
જેમાં મહામારી તથા ઓક્સિજન સંકટને પહોંચી વળવા
આ મોટો નિર્ણય લેવાયો:
કોરોના મહામારીમાં સર્જાયેલા ઓક્સિજન સંકટને પહોંચી વળવા પીએમ મોદીએ બીજી મોટી બેઠકમાં
નાઈટ્રોજન પ્લાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટના રુપાંતરણની સમિક્ષા કરી.
નાઈટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે
બેઠકમાં નાઈટ્રોજન પ્લાન્ટ, કાર્બન મોલેક્યુલર સીવ (સીએમએસ) તથા ઝીઓલાઈટ મોલેક્યુલર સીવની પણ
ચર્ચા કરવામાં આવી. આ તમામ ઓક્સિજન બનાવવા માટે જરુરી છે.
ઉદ્યોગો સાથે ચર્ચા કરીને અત્યાર સુધી
14 એવા ઉદ્યોગોની ઓળખ કરવામાં આવી છે કે જેમાં પ્લાન્ટનું રુપાંતરણ કરવામાં આવશે.
14 ઉદ્યોગોમાં ઓક્સિજન પ્લાન્ટ ધમધમકતા થશે
ઉદ્યોગ સંગઠનોની સહાયથી વધારાના 37 નાઈટ્રોજન પ્લાન્ટની પણ ઓળખ કરવામાં આવી છે.
આ તમામ નાઈટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કરી દેવામાં આવશે.
ઓક્સિજન પ્લાન્ટ હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવશે
ઓક્સિજનના પ્રોડક્શન માટે સુધારિત કરવામાં આવેલા નાઈટ્રોજન પ્લાન્ટને
નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી શકે છે અથવા
તો જો પ્લાન્ટને નજીકની હોસ્પિટલમાં ફેરવી શકવાનું શક્ય ન હોય તો
સ્થળ પર જ ઓક્સિજનનું પ્રોડક્શન કરવામાં આવશે અને
આ રીતે બનાવાયેલા ઓક્સિજનને મોટા ટેન્કરો અને સિલિન્ડરમાં ભરીને નજીકન હોસ્પિટલ સુધી પહોંચતો કરવામાં આવશે.
ભારત સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
દેશમાં કોરોના વાયરસના વધતાં સંકટની વચ્ચે આજે પ્રધાનમંત્રી મોદીએ આરોગ્યના નિષ્ણાતો સાથે
મોટી બેઠકનું આયોજન કર્યું હતું જેમાં સૂત્રો દ્વારા સામાચાર મળી રહ્યા છે કે
પીએમ મોદીની આ બેઠકમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે.
ભારત સરકાર ટૂંક સમયમાં MBBS અને નર્સિંગના વિદ્યાર્થીઓને કોવિડની ડ્યુટિમાં લગાડવા માટેનો નિર્ણય લઈ શકે છે.
આ સાથે જ મેડિકલની NEETની પરીક્ષાને પણ ટાળવામાં આવી શકે છે.
સોમવારે અંતિમ નિર્ણય પર વાગી શકે છે મહોર
આ સિવાય MBBSના છેલ્લા વર્ષના જે વિદ્યાર્થીઓ છે તેમની પરીક્ષા જલ્દી લેવાઈ શકે છે
જેથી તે પાસ થાય તો દેશને સ્વાસ્થ્ય કર્મી મળી શકે છે.
જોકે આ બધા મુદ્દે છેલ્લો નિર્ણય સોમવારે જાહેર કરવામાં આવશે તેવો દાવો સૂત્રો તરફથી કરવામાં આવ્યો છે.
આ સિવાય ફાઇનલ ઈયરના વિદ્યાર્થીઓને કોરોના સામે ડ્યુટિમાં લગાવવા બદલ સરકાર પ્રોત્સાહન રાશિ આપી શકે છે.
જોકે આ ખબર પર હજુ સુધી સરકાર તરફથી અંતિમ મહોર મારવામાં આવી નથી.
વધુ વાંચો
સ્પુતનિક V નું પ્રથમ કન્સાઇન્મેન્ટ આવ્યું ભારત, બીજા 30 લાખ ડોઝ મળશે..