શુક્રવારે રાત્રે ગુજરાતના ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં ભારે આગ લાગી હતી.
આ દુર્ઘટનામાં સોળ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જેમાં 14 દર્દીઓનો સમાવેશ થાય છે.
મૃતકોમાં બે સ્ટાફ નર્સો પણ છે. બાકીના દર્દીઓને સિવિલ હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ અને જંબુસર અલ મેહમૂદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કેટલાક લોકોની હાલત ગંભીર છે, તેથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
આગ લગભગ 12.30 વાગ્યે ફાટી નીકળી હતી અને ઝડપથી આઈસીયુમાં ફેલાઇ હતી. જો કે, કલાકોની મહેનત બાદ તેને નિયંત્રણમાં લાવવામાં આવી હતી.
સવાર સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવ્યું છે.
આગની જાણ થતાં જ 12 ફાયર ટ્રક અને 40 એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી હતી. દર્દીઓના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
તે સમયે, હોસ્પિટલની આજુબાજુ 5,000 થી 6,000, લોકોની ભીડ હતી. તેઓ બૂમ પાડી રહ્યા હતા અને ખૂબ જ અફરાતફરી થઈ રહી હતી.
કેટલાક લોકો ચીસો પાડતા હતા અને સોશિયલ મીડિયા પર મદદ માંગતા હતા.
આગને કારણે હોસ્પિટલમાં અને આજુબાજુમાં વીજળી નિકળી હતી. આથી બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ હતી.
ઘણી કોશિશ બાદ દર્દીઓને બહાર કાઢીને બીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.