મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બંને પક્ષો વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે બંનેએ એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો. કોઈના હાથમાં લાકડી હતી તો કોઈ તલવાર લહેરાવી રહ્યું હતું.
આ સમગ્ર મામલો ભોપાલના જહાંગીરાબાદની જૂની ગલ્લા મંડીનો છે. મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો હતો. આ વાત ધીરે-ધીરે વધી અને સ્થિતિ અહીં સુધી પહોંચી.
પથ્થરમારો અને તલવાર લહેરાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસને ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે ભારે ફોર્સ તૈનાત કરી દેવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે હાલ સ્થિતિ સામાન્ય છે.
પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આશિષ ઉપાધ્યાયે જણાવ્યું કે બે દિવસ પહેલા કોઈ મુદ્દે બે પક્ષના યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. તે દિવસે બદલો લેવા માટે મંગળવારે સવારે એક પક્ષે બીજા પર હુમલો કર્યો.પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.