બનાસકાંઠા સહકારીતા પરિવાર દ્વારા દિયોદર ખીમાણા રોડ ઉપર નાણોટા જીન ખાતે બનાસ બેંકના નવનિયુકત ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમાર નો સત્કાર સમારંભ ગુજરાત વિધાનસભાના આદરણીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને અને બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા ના મુખ્ય મહેમાન પદે યોજાયેલ.પધારેલા મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ.બાદમાં ઉપસ્થિત મહાનુભાવો નું સન્માન થયેલ.
બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી તથા બનાસ બેંક ના નવા વરાયેલ ચેરમેન ડાયાભાઇ પીલિયાતર નું તાળીઓ ના તાલે સત્કારવામાં આવેલ.શંકરભાઈ સૌને આવકારેલ અને ચેરમેન ડાહ્યાભાઈ પીલિયાતર અને વાઈસ ચેરમેન કેશુભા પરમારને અભિનંદન પાઠવ્યા હતા.અને નવિન ચેરમેન વાઇસ ચેરમેન ને ખેડૂતો ની બેંક માં ખેડૂત લક્ષી કાયૉ કરવા પ્રેરણા આપેલ.તેમણે સહકાર વિભાગને ટેકનોલોજી અને એ.આઈ.ના ફિલ્ડમા તથા ખેડૂતોને પોતાના પાકના વેલ્યુ એડીશન તરફ આગળ વધવા જણાવ્યું હતું. બનાસ ડેરી દ્વારા ગોબરનો ઉપયોગ કરીને ગેસ, ખાતર અને ખેડૂતોની આવક વધારવા તરફ કામ કર્યું છે.
આગામી સમયમાં બનાસ ડેરી દ્વારા ગૌમૂત્રનું વેચાણ પણ કરવામાં આવશે. તેમણે બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન પાઠવીને વધુમાં વધુ પ્રજાના કાર્યો કરવા જણાવ્યું હતું તથા બનાસ બેંકને નવીન દિશામાં લઈ જવા માટે નિયામક મંડળને સૂચન કર્યું હતું.
નવિન ચેરમેન ડાયાભાઇ પીલિયાતરે તેમના માં મૂકેલ વિશ્ર્વાસ ને ઉંચી આંચ નહીં આવવા દેવાની ખાતરી આપી હતી.આ સ્નેહમિલન કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલિયાતર, વાઇસ ચેરમેન કેશુભા પરમાર, નિયામક મંડળના હોદ્દેદારો સહિત જિલ્લાના વિવિધ સહકારી વિભાગના આગેવાનો વિશાળ સંખ્યામાં જિલ્લાના સૌ સહકારી આગેવાનઓ, સરપંચ, સિનિયર આગેવાનઓ, સેવા સહકારી મંડળીઓ અને દૂધ મંડળીઓના ચેરમેન મંત્રીઓ તથા તમામ રાજકીય, સહકારી, સામાજિક આગેવાન શ્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ