નાતાલ એ ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર છે. દર વર્ષે 25 ડિસેમ્બરે આ તહેવાર ભારત સહિત સમગ્ર વિશ્વમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે. ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ લોકો ક્રિસમસની તૈયારીઓ શરૂ કરી દે છે. લોકો પોતાના ઘરને સુંદર રીતે સજાવે છે. આ દિવસે ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે, મીણબત્તીઓ પ્રગટાવે છે, ઘરમાં ક્રિસમસ ટ્રી સજાવે છે, પ્રાર્થના કરે છે અને કેક કાપે છે. આ ઉપરાંત લોકો વિવિધ વાનગીઓ બનાવીને અને પાર્ટી કરીને આ તહેવારની ઉજવણી કરે છે. ઉપરાંત, આ દિવસે નાના બાળકો સાન્તાક્લોઝની રાહ જુએ છે.
નાતાલની આધુનિક ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીતિરિવાજોમાં ભેટ-સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન પત્રિકાઓની આપ-લે, દેવળોમાં થતી ઉજવણી, ખાસ પ્રકારનું ખાણું, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ, લાઇટ વડે રોશની, તોરણો બાંધવા, એક જાતનાં લીલાં રંગનાં વૃક્ષની સજાવટ, ઈશુનાં જન્મનું દ્રશ્ય અને લાલ ટેટાં વાળું એક ઝાડવાંનું સુશોભન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. વધુમાં ફાધર ક્રિસમસ (ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અને આયર્લેન્ડ સહિત ઘણા બધા દેશોમાં સાન્તાક્લોઝને નામે જાણીતા) ઘણા દેશોમાં એક દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે જે આ દિવસે બાળકો માટે ભેટો લઇને આવે છે.
કોઈ દેવદૂત બનીને આવશે,
તમારી બધી આશાઓ પૂર્ણ થશે,
નાતાલના આ શુભ દિવસે, સુખની ભેટ આપશે.
હું કાર્ડ મોકલતો નથી,
હું કોઈ ફૂલ મોકલતો નથી,
હું ફક્ત તમને નિષ્ઠાપૂર્વક પ્રેમ કરું છું,
ક્રિસમસ અને નવા વર્ષ, શુભેચ્છાઓ મોકલી રહ્યો છું
આપ સૌને નાતાલની શુભકામનાઓ.
બધા દુ:ખ ભૂલી જાઓ, બધાને ભેટી લો
ચાલો બધા સાથે મળીને ઉજવણી કરીએ
તમને આ નાતાલની ખૂબ શુભેચ્છાઓ.