આજરોજ દિયોદર બાર એસોસિયેશનની ચૂંટણી ન્યાય સંકુલ દિયોદર ખાતે યોજાઇ હતી.જેમાં બાર એસોસિયેશન 80 સભ્યો પૈકી ૭૪ સભ્યો એ મતદાન કરેલ.જેમાં પ્રમુખ તરીકે બે ઉમેદવારો વચ્ચે હરીફાઈ યોજાયેલ જેમાં પ્રમુખ તરીકે નવલસિંહ એસ વાઘેલા ૩૯ મત મેળવી વિજેતા બનેલ.
તેમજ ઉપપ્રમુખ પદે ભરતભાઈ એલ જોશી વિજેતા બનેલ તેમને 52 મત મળેલ.સેક્ટરી તરીકે આર એસ પટેલ, લાયબ્રેરીયન-એન એમ રબારી,ખજાનચી એન ડી કચ્છવા,મહિલા પ્રતિનિધિ કે આર કિરી ચુંટાયેલા.શાતિપૂણૅ માહોલમાં મતદાન યોજાયેલ.
આજે સવારથી જ ન્યાય સંકુલ દિયોદર ખાતે ચુંટણી નો માહોલ સર્જાયો હતો. મતદાન માં એક મત નાટો માં થયેલ. દિયોદર બાર એશોસિયેશન ની ચૂંટણી ના આજે ફોર્મ ચકાસણી બાદ ઉમેદવારો ની યાદી જાહેર થયેલ.