દિયોદર તાલુકાના કોતરવાડા મુકામે NSS વિભાગ ની વાર્ષિક ખાસ શિબિર નો શુભારંભ કરવામાં આવ્યો.NSS ના સ્વયંસેવકો દ્વારા કોતરવાડા ગામે સામાજિક જાગૃતિ, પર્યાવરણ બચાવો, પ્લાસ્ટિક મુક્ત ગામ, સ્વચ્છતા, સાક્ષરતા,વ્યસન મુક્તિ, રમતગમત, સ્વદેશી, સ્વાવલંબન, મહિલા જાગૃતિ, મતદાન જાગૃતિ વગેરે જેવા અનેક વિષયો પર શિબિર દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો કરવામાં આવશે.
ગત રોજ આ શિબિર નો શુભારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં કાર્યક્રમ ના અધ્યક્ષ અને NSS કો.ઓર્ડીનેટર કમલેશભાઈ ઠક્કર તેમજ કોતરવાડા સરપંચ , ડેપ્યુટી સરપંચ , પ્રાથમિક શાળાના આચાર્ય, મા.
ઉમા શાળાના આચાર્ય, આરોગ્ય અધિકારી , ડેરીના મંત્રી, ગામજનો, તપસ્વી કોલેજના આચાર્ય, સ્ટાફગણ, તેમજ NSS ના સ્વયંસેવકો અને પ્રાથમિક શાળા અને મા. ઉ.મા શાળાના બાળકો હાજર રહ્યા હતા.
મહાનુભાવો એ વિદ્યાર્થીઓને NSS ના હેતુ સેવાકીય પ્રવૃત્તિ વિશે માર્ગદર્શન પણ આપ્યું હતું.