હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી પરિવારમાં સુખ અને શાંતિ આવે છે. ભગવાનની પૂજામાં ઘણી એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ પવિત્ર વસ્તુઓમાં તુલતીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીના પાનનો ઉપયોગ પૂજા, ધાર્મિક વિધિ, ઉપવાસ અને તહેવારોમાં ચોક્કસપણે થાય છે. હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ શુભ છોડ માનવામાં આવે છે. તુલસીના છોડનું માત્ર ધાર્મિક મહત્વ નથી પરંતુ તે એક ચમત્કારી ઔષધીય છોડ પણ છે. તેનો સ્પર્શ અને તેમાંથી આવતી હવા ખૂબ જ ફાયદાકારક છે. ઘરના આંગણામાં કે ધાબા પર દરરોજ સવારે અને સાંજે તુલસીના છોડને જળ ચઢાવો. સાંજના સમયે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો, આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. આવો જાણીએ હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું મહત્વ.
તુલસીના છોડનું મહત્વ
- હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ પણ તુલસીને ખૂબ પ્રેમ કરે છે.
- તુલસીના છોડને જડીબુટ્ટીઓની રાણી કહેવામાં આવે છે. તેમાં અનેક ઔષધીય ગુણો છે. તુલસીના પાનમાં એન્ટિબાયોટિક, એન્ટિફંગલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે.
- તુલસીના પાન ખાવાથી લોહી સાફ રહે છે અને ત્વચા અને વાળ સ્વસ્થ રહે છે.
- તુલસીના પાનનો રસ પીવાથી તાવ, શ્વાસનળીનો સોજો, ઉધરસ અને પાચન સંબંધી સમસ્યાઓમાં આરામ મળે છે.
- તુલસીના પાન શ્વાસની દુર્ગંધ દૂર કરે છે.
- બાળકના જન્મની સમસ્યામાં તુલસીના બીજ અસરકારક છે.
- તુલસીના છોડમાં હવા શુદ્ધ કરવાના ગુણ હોય છે.
- તુલસીના છોડની આસપાસ સકારાત્મક ઉર્જા હોય છે.
- તુલસીનો છોડ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે.
- દરરોજ સાંજે તુલસીના છોડની સામે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
તુલસીના પાન તોડવાના નિયમો
- તુલસીના પાન તોડવાના નિયમો પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. તુલસીના પાન નખની મદદથી ક્યારેય તોડવા જોઈએ નહીં.
- જો તુલસીના સૂકા પાન જમીન પર પડી જાય તો તેને છોડની નજીક એવી રીતે રાખો કે તેના પર કોઈ પગ ન મૂકે.
- તુલસીના છોડનું અપમાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ નથી આવતી.
- તુલસીનો છોડ ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ.
- તુલસીનો છોડ હંમેશા પૂર્વ, ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો જોઈએ અથવા જમીનમાં રોપવો જોઈએ.
- રવિવાર, એકાદશી અને ગ્રહણના દિવસે તુલસીના પાન ક્યારેય ન તોડવા જોઈએ.
- આ સિવાય રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે આ બે દિવસોમાં માતા તુલસી વિષ્ણુ માટે નિર્જળ વ્રત રાખે છે.