ભારતીય જનતા પાર્ટીના દિયોદર તાલુકા પ્રમુખપદની વતૅમાન પ્રમુખ ડૉ.હસુભાઇ ચૌધરી નીત્રણ વર્ષ માટે સોપેલ જવાબદારી ની મુદત પૂર્ણ થઇ રહી છે.ત્યારે ભાજપ દ્વારા નવિન પ્રમુખ ની વરણી ને લઇ કવાયત હાથ ધરવામાં આવી છે.જેમાં પક્ષ ની નવી નીતિ મુજબ તાલુકા મંડળના પ્રમુખ પદ મેળવવા માટે ૪૦ વર્ષ સુધી ઉમર ધરાવતા યુવાનો ને પક્ષની ધુંરા સંભાળવા પક્ષ પ્રમુખ બનવા ફોર્મ ભરવા જણાવેલ.અને ઇસારો પણ કરી દિધેલ કે પક્ષ હવે નવયુવાનો ના હાથ માં જવાબદારી મૂકવા માંગે છે. દિયોદર તાલુકાના પ્રમુખપદ મેળવવા માટે ૧૧ યુવાનો મેદાનમાં આવ્યા છે.
હવે નવિન પ્રમુખ ની વરણી કરવા પ્રણાલી પ્રમાણે દિયોદર મંડલ માં નોધાયે ૧૩૩ બુથ પ્રમુખ ની બેઠક બોલાવી તેમનો અભિપ્રાય મેળવી નવિન પ્રમુખ ની નિયુક્તિ કરવામાં આવશે.. જોકે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપ બે ભાગમાં વહેંચાયેલ હોવાનું મનાય છે.તે આમાં કોઈ ભજવી જાયતો નવાઇ નહીં…. નહિતર મોટેભાગે ધારાસભ્ય શ્રી મેદાન મારી જતા હોય છે… જોકે આ બનાસકાંઠા જિલ્લો છે. તેમાં બધું જ બની શકવાનું જાણકારો મત સેવી રહ્યા છે.
દિયોદર તાલુકાના પ્રમુખપદ માટે ફોર્મ ભરેલ દાવેદારો..
- ભરતભાઈ હેમજીભાઇ જોશી
- રમેશભાઈ કુરશી ભાઈ દેસાઈ
- ભરત યુ ચૌધરી નવા
- દિનેશ વિરમભાઈ જોષી
- નાઈ ઇશ્વરભાઇ રામજસીભાઈ
- દેસાઈ મેરાજ ભાઈ જોરાભાઈ
- ચૌધરી જગદીશભાઈ ભીખાભાઈ
- ચૌધરી બાબુભાઈ સગથાભાઇ
- ઠાકોર કનુભાઈ બાબુજી
- જોષી ભરતભાઈ લખમણભાઇ
- ઠાકોર સોમાજી જીવણ