સામાજિક સમરસતા મંચ, ગુજરાત પ્રેરિત અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, મહેસાણા આયોજિત હિન્દુ સમાજ નો સમૂહ લગ્નોત્સવ” ૧૪ ડીસેમ્બર ના રોજ મહેસાણા જિલ્લાના નુગર ખાતે યોજાયેલ.
સામાજિક ઉત્કર્ષના ભાગરૂપે અને સમાજમાં નવા ઉજાસની દિશા ભરી એક ક્રાંતિકારી કદમરૂપી આ પવિત્ર અને ભગીરથ ઉત્સવ રૂપે યોજાયેલ હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવના સપ્તપદીમાં પગલાં પાડી રહેલ ૩૮ પપ્પાનવદંપત્તિને શુભેચ્છા તથા આશીર્વાદ આપવા માટે અનેક સંતો, મહંતો એ ઉપસ્થિત રહી નવ યુગલોને જીવન ઉપયોગી જ્ઞાન અને આશીર્વાદ આપ્યા હતાં
વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રસ્થાપિત કરાઈ
યોજાયેલ આ સમુહ લગ્નોત્સવમાં હિન્દુ સમાજની વિભાવના સિદ્ધ કરતી પ્રદર્શનીમાં ગાયનું મહત્વ, વૃક્ષારોપણ, એક ગામ, એક કુવો, એક મંદિર, અને એક સ્મશાનનો સંદેશ સાથે પ્રભુ રામ, કૃષ્ણ અને ભગવાન શિવ પરિવારની છબીઓ મુકવામાં આવી હતી. અને આદર્શ પરિવારની સાથે સાથે હિન્દુ સમાજ પ્રકૃતિ, પર્યાવરણ અને વસુધૈવ કુંટુંબકમની ભાવના પ્રસ્થાપિત કરાઈ હતી.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે સામાજિક સમરસતા મંચ અને કાશી વિશ્વનાથ મંદિર, મહેસાણા આયોજીત આ હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવ માં ગુજરાતભરના ૧૨ જિલ્લામાંથી ૫૯ ગામોના ૭૮ પરિવારોના ૩૯ વર વધુએ આજે સપ્તપદીના પગરણ કર્યા છે.આ સમૂહ લગ્નોત્સવના ભગીરથ કાર્યમાં ૯૦૦ જેટલાં સેવાભાવી કાર્યકરો જોડાયા હતાં. અને ખડે પગે ઊભા રહી સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો.