કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિતઑગડ વિદ્યા મંદિર થરાના ચાર ખેલાડીઓ ગટકા સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા ગત તારીખ ૧૫-૧૧થી તારીખ ૧૭- ૧૧-૨૦૨૪ દરમ્યાન શ્રીમતી એસઆર મહેતાવિદ્યાલય રૈયા અને પ્રાથમિક શાળાના પ્રાંગણમાં રાજ્ય કક્ષાની એસજી એફઆઈની ગટકા રમતની અંડર ૧૭ અને અંડર ૧૯ ભાઈઓ બહેનોની ટુર્નામેન્ટ ખુબ સારા વાતાવરણમાં યોજાઈ.
આ સ્પર્ધા નું આયોજન બનાસકાંઠા જિલ્લા રમત ગમત અધિકારી મહેશભાઈ પટેલના નેજા નીચે કરવામાંઆવ્યું સ્પર્ધાના સુંદર આયોજનમાં ઓગs વિદ્યામંદિર થરાના વય નિવૃત્ત વ્યાયામ શિક્ષક ભારમલ ભાઈ પટેલ. રૈયા પ્રાથમિક શાળા ના આચાર્ય, બનાસકાંઠા જિલ્લા શૈક્ષિકસંઘનાઉપાધ્યક્ષ ચેલાભાઈ ડી પટેલ,શ્રીમતી એસઆર મહેતા વિદ્યાલયના આચાર્ય વેલજીભાઈ, આજ શાળાના શિક્ષક વીરેન્દ્ર ભાઈ,શિક્ષક ઇશ્વરભાઇ પટેલ, ચીમનગઢ હાઈસ્કૂલના રઘુભાઈ પટેલ, સોમાભાઈ પરમાર વગેરે ના સહયોગથી કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં શ્રી ઓગડવિદ્યા મંદિર થરાના ચાર ખેલાડીઓ રાષ્ટ્રીય રક્ષાએ પસંદગી પામ્યા (૧) ઠાકોર સુમિત કુમાર (૨) ઠાકોર રાહુલભાઈ(૩)ઠાકોર કિસ્મત જી અને (૪) ચૌહાણ ગૌતમ કુમાર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રીય કક્ષાએ રમવા જશે.આ વિદ્યાર્થીઓને મંડળના પ્રમુખ ધીરજભાઈ કે શાહે અભિનંદનની સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
શાળાના આચાર્ય એચ.પી. શાહે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા