આજના સમયમાં લોકો એવી બાઇક ખરીદવાનું પસંદ કરે છે જે પોસાય તેવી કિંમતની સાથે સારી માઇલેજ પણ આપે છે. ભારતીય બજારમાં આવી ઘણી બાઇક ઉપલબ્ધ છે જે સારી માઇલેજ માટે જાણીતી છે.
આ બાઈકની યાદીમાં બજાજ પ્લેટિના અને હોન્ડા શાઈનના નામ પણ સામેલ છે. ચાલો જાણીએ કે બજાજ પ્લેટિના અને હોન્ડા શાઈન વચ્ચે કઈ બાઇક વધુ માઈલેજ આપે છે.
બજાજ પ્લેટિના 100
કંપનીએ બજાજ પ્લેટિના 100માં 102 સીસી એન્જિન આપ્યું છે. આ એન્જિન મહત્તમ 7.9 PS પાવર સાથે 8.3 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેમજ આ બાઇકનું વજન લગભગ 117 કિલો છે. આ બાઇકમાં ડ્રમ બ્રેક્સ આપવામાં આવી છે.
તેની સાથે તેમાં 11 લીટરની ફ્યુઅલ ટેન્ક પણ છે. આ બાઇકમાં DRL, સ્પીડોમીટર, ફ્યુઅલ ગેજ, ટેકોમીટર, એન્ટિ-સ્કિડ બ્રેકિંગ સિસ્ટમ અને 200 mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ જોવા મળે છે.
હોન્ડા શાઇન
Honda Shine બાઇક વિશે વાત કરીએ તો, આ પાવરફુલ બાઇક 123.94 cc, 4-સ્ટ્રોક, SI, BS-VI એન્જિનથી સજ્જ છે. આ એન્જિન 7,500 rpm પર 7.9 kW ની શક્તિ પ્રદાન કરે છે અને 6,000 rpm પર 11 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 5-સ્પીડ ટ્રાન્સમિશન પણ જોડાયેલું છે. આ બાઇક પાંચ કલર ઓપ્શન સાથે માર્કેટમાં ઉપલબ્ધ છે.
બજાજ પ્લેટિના અને હોન્ડા શાઈન વચ્ચે કયું સારું છે?
બજાજ પ્લેટિના 100ની ગણતરી સૌથી વધુ માઈલેજ આપતી બાઈકમાં થાય છે. કંપનીનો દાવો છે કે Bajaj Platina 100 ની માઈલેજ 72 કિલોમીટર પ્રતિ લીટર છે. Honda Shine 55 kmplની માઈલેજ આપે છે. આ બાઇકની ફ્યુઅલ ટાંકીની ક્ષમતા 10.5 લિટર છે. આ બાઇક એક જ વારમાં ટાંકી ભરીને 550 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે.