Earthquake : ઉત્તર ગુજરાત બાદ હવે કચ્છની ધરા ધ્રૂજી ઊઠી છે.
તારીખ ૧૮ નવેમ્બર ની રાત્રે ૮ કલાક ની આસપાસ માં કચ્છ માં 4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.
જેમાં કચ્છ ના રાપર, ભચાઉ, ગાંધીધામમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. મળતી માહિતી મુજબ કચ્છના રાપરથી 26 કિમી દૂર કણખોઈ નજીક કેન્દ્રબિંદુ નોંધાયું છે
કચ્છ જિલ્લામાં રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં 4.0ની તીવ્રતાના ભૂકંપને કારણે વાગડની ધરા ધ્રુજી હતી. રાતે 8.18 મિનિટે અહીંયા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકો દોડીને ઘરની બહાર નીકળ્યા હતા. ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
આ ભૂકંપ ના આંચકા રાપરથી લઈને ભચાઉ, ગાંધીધામ, અને બનાસકાંઠા અને પાટણ જિલ્લા સહિતના વિસ્તારોમાં અનુભવાયા છે.
મહત્વનું છે કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 26 કિમી દૂર નોંધાયું છે.
અગાઉ 3 દિવસ પહેલા પણ ઉત્તર ગુજરાતની ઘણી બધી જગ્યાએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં પાટણ, પાલનપુર, મહેસાણા અને અમદાવાદ સહિતના શહેરોમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા. જેનું કેન્દ્ર બિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં નોંધાયું હતું અને રાતે 10.16 કલાકે ભૂકંપ આવ્યો હતો. પરિણામે તે સમયે પણ લોકો ઘરની બહાર લોકોનો જીવ બચાવા દોડ્યા હતા.