તમે પણ કોરોનાને હરાવી શકો છો:
બનાસકાંઠાના ખીમાણામાં 93 વર્ષના પૂરીબાએ કોરોનાને હરાવ્યો,
‘કોરોના સામે કેવી રીતે જીતી શકાય?’
હાલના સમયમાં જ્યારે લોકો કોરોના ડરથી હેરાન થઈ રહ્યા છે
ત્યારે પુરીબા એ કોરોના ને હરાવી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે
કોરોના થી ડરવાની કે નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી જરૂર છે
માત્ર મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસ ની
યોગ્ય સારવાર દ્વારા કોઇપણ પરિસ્થિતિમાં સ્વસ્થ થઇ શકાય છે
પુરી બાના પુત્ર વિનોદભાઈએ જણાવેલ કે
93 વર્ષીય પુરીબાને થોડી બીમારી ના લક્ષણો જણાતા પાટણ દવાખાને બતાવેલ
ત્યારબાદ આત્મવિશ્વાસ સાથે પૂરીબા એ ઘરે જ સંપૂર્ણ સારવાર લઇ અને કોરોનાને હરાવેલ.
પુરી બા ના પૌત્ર હાલમાં આ કોરોના ના સમયમાં પોતાના મિત્રો સાથે
અમદાવાદ ખાતે ચાલી રહેલ
“કાંકરેજી કોરોના કેર” માં
પોતાનું યોગદાન આપી સેવાકીય ફરજ બજાવી રહેલ છે
કાંકરેજી સમાજની સંસ્થાઓ તથા સમાજના યુવાનો દ્વારા અમદાવાદ ખાતે ચાલી રહેલ
“કાંકરેજી કોરોના કેર” માં
કાંકરેજી સમાજના ઘણા બધા લોકોને યોગ્ય માર્ગદર્શન, સારવાર અને દવા, ઓક્સિજન ની સુવિધા દ્વારા
સારવાર કરી સ્વસ્થ કરવામાં મદદરૂપ થઇ રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો,
બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ,
ઓટો અને ટેક્નોલોજી સહિતના
સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શું સકારાત્મક વિચારો રોગપ્રતિકારક શક્તિ વધારે છે ? જાણો શું કહે છે રિસર્ચ…
જાણો નાસ લેવાના ફાયદા અને નાસ લેવાની યોગ્ય પદ્ધતિ…