ભારતમાં મોટરસાઈકલનો ક્રેઝ લોકોમાં વર્ષોથી પ્રચલિત છે. આજના સમયમાં બાઈક એ લોકોની રોજીંદી જરૂરિયાત બની ગઈ છે. લોકો એવી બાઇક ખરીદવાનું પસંદ કરે છે જે સસ્તી હોય અને સારી માઇલેજ આપે. તે જ સમયે, બાઇક મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને અને તેમના વેચાણને વધારવા માટે બજારમાં શ્રેષ્ઠ મોટરસાઇકલ લોન્ચ કરે છે. ભારતીય માર્કેટમાં 1 લાખ રૂપિયાના બજેટમાં આવી ઘણીબધી બાઇક્સ છે, જેમાં શાનદાર ફીચર્સ છે અને આ બાઇક્સ સારી માઇલેજ પણ આપે છે.
હોન્ડા શાઇન
Honda Shine દેશમાં વેચાતી સૌથી લોકપ્રિય બાઇક છે. આ મોટરસાઇકલમાં 4-સ્ટ્રોક, SI એન્જિન છે. આ એન્જિન 7,500 rpm પર 5.43 kW ની શક્તિ પ્રદાન કરે છે અને 5,000 rpm પર 8.05 Nm ટોર્ક જનરેટ કરે છે. હીરોની આ બાઇક 55 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. દિલ્હીમાં આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 64,900 રૂપિયાથી શરૂ થાય છે. દેશના વિવિધ રાજ્યોમાં આ કિંમતમાં તફાવત હોઈ શકે છે.
હીરો સ્પ્લેન્ડર
Hero Splendor Plus દેશની સૌથી વધુ વેચાતી બાઇક છે. ચાર કરોડથી વધુ લોકોએ હીરો સ્પ્લેન્ડર ખરીદ્યું છે. આ બાઇકમાં એર કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર, OHC એન્જિન છે. આ બાઇકની ફ્યુઅલ-ટેન્ક ક્ષમતા 9.8 લિટર છે. આ બાઇક 60 kmplની માઇલેજ આપે છે. હીરોની આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 75,441 રૂપિયાથી શરૂ થાય છે.
ટીવીએસ સ્પોર્ટ
TVS સ્પોર્ટમાં સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક, ફ્યુઅલ ઇન્જેક્શન, એર-કૂલ્ડ સ્પાર્ક ઇગ્નીશન એન્જિન છે. આ એન્જિન 7,350 rpm પર 6.03 kW નો પાવર અને 4,500 rpm પર 8.7 Nm નો ટોર્ક પ્રદાન કરે છે. આ બાઇક 90 kmphની ટોપ સ્પીડ આપે છે. આ TVS બાઇક 80 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 59,881 રૂપિયાથી શરૂ થાય છે.
બજાજ પ્લેટિના
Bajaj Platinaમાં 115cc DTS-i એન્જિન છે. બાઇકના એન્જિન સાથે 4-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન જોડાયેલું છે. આ બાઇકની ફ્યુઅલ ટાંકીની ક્ષમતા 11 લિટર છે. બજાજની આ બાઇક 72 kmplની માઇલેજ આપે છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 71,354 રૂપિયાથી શરૂ થાય છે.