પશ્ચિમ રેલવે દ્વારા અમૃત ભારત યોજના હેઠળ ૧૨૪ રેલવે સ્ટેશનોના રિ-ડેવલોપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદ વિભાગના ૨૦, વડોદરાના ૧૮, રતલામના ૧૯, મુંબઈ સેન્ટ્રલના ૩૦, રાજકોટના ૧૭, ભાવનગર વિભાગના ૨૦ રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે. આધુનિક સુવિધા અને વિશ્વસ્તરનું માળખું ઊભું કરવા સ્ટેશનોને અપગ્રેડ કરાશે. સુરત રેલવે સ્ટેશનનો ૧,૪૭૭ કરોડના ખર્ચે મલ્ટી મોડલ ટ્રાંન્સપોર્ટ હબના રૂપમાં વિકાસ કરાશે. જેમાં ગુજરાત સરકાર ૪૮૧ કરોડ રૂપિયા આપશે.
અમદાવાદ વિભાગમાં મુખ્ય સ્ટેશનોમાં અમદાવાદ, ભુજ, ગાંધીધામ, સાબરમતી રેલવે સ્ટેશનોનું મોટાપાયે અપગ્રેડેશન કરાશે.
આ ઉપરાંત વિરમગામ, અસારવા, પાલનપુર, કલોલ, ભચાઉ, પાટણ, હિંમતનગર, ધ્રાંગધ્રાં, મણિનગર, ચાંદલોડિયા, વટવા, સામાખ્યાલી, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા અને ભીલડી રેલવે સ્ટેશનોનો પણ વિકાસ કરાશે.અમદાવાદ વિભાગમાં મુખ્ય સ્ટેશનોમાં અમદાવાદ, ભુજ, ગાંધીધામ, સાબરમતી રેલવે સ્ટેશનોનું મોટાપાયે અપગ્રેડેશન કરાશે.
આ ઉપરાંત વિરમગામ, અસારવા, પાલનપુર, કલોલ, ભચાઉ, પાટણ, હિંમતનગર, ધ્રાંગધ્રાં, મણિનગર, ચાંદલોડિયા, વટવા, સામાખ્યાલી, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા અને ભીલડી રેલવે સ્ટેશનોનો પણ વિકાસ કરાશે