બનાસકાંઠા જીલ્લાના દિયોદર ખાતે રાવણા રાજપુત સમાજ દ્વારા ચાર દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે રાવણા રાજપુત સમાજના અગ્રણીઓ કનુભાઈ પઢીયાર, ર્ડા.સોનાજી ચૌહાણ,કેશાજી પરમાર, ડુંગરજી પરમાર, કિશોરભાઈ ચૌહાણ સહિત આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામાં આવેલ.
આ ટુર્નામેન્ટમાં રાવણા રાજપુત સમાજની ૧૬ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેની લીગ મેચ બાદ ટુર્નામેન્ટની ફાઈનલમાં મોટી પાવડ નો રાવણા રાજપુત સુટર થરાદ વચ્ચે મુકાબલો થયેલ. જેમાં રાવણા સુટર થરાદ વિજેતા બની હતી.સૌએ વિજેતા ટીમને અભિનંદન આપ્યા હતા.વિજેતા ટીમને ટ્રોફી ટ્રોફીના દાતા અમરતભાઈ ભાટી પરિવાર દ્વારા આપવામાં આવેલી.અને ટીમ ને સન્માનીત કરાયેલ.
બાદમાં નાસ્તાના દાતા હરિભાઈ પરમાર, પાણીના દાતા સુધીરભાઈ તથા દડાના દાતા રાહુલભાઈ રાઠોડ અને મંડપના દાતા સંજયભાઈ રાઠોડ આદિ નું બહુમાન કરવામાં આવ્યું હતું. રાવણા રાજપુત સમાજમાં યુવા ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરવા માટે આ આયોજન કરાયું હતું.તેમ લાયન્સ કલબ ના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ ભાટી એ જણાવ્યું હતું