ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ( yuzvendra chahal ipl batting ) તેની બોલિંગ માટે પ્રખ્યાત છે, પરંતુ હાલમાં તે તેની બેટિંગ માટે હેડલાઇન્સમાં છે. યુઝવેન્દ્ર ચહલ રણજી ટ્રોફીમાં સતત પોતાની બેટિંગ ક્ષમતા બતાવી રહ્યો છે. યુઝવેન્દ્ર ચહલે મધ્યપ્રદેશ વિરૂદ્ધ 142 બોલમાં 27 રનની સાહસિક ઇનિંગ રમી હતી. હરિયાણા તરફથી યુઝવેન્દ્ર ચહલ નંબર 10 પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે પોતાની મેરેથોન ઇનિંગ્સમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. યુઝવેન્દ્ર ચહલ અને મીડિયમ પેસર હર્ષલ પટેલ વચ્ચે 67 રનની મહત્વની ભાગીદારી થઈ હતી. હર્ષલ પટેલે અણનમ 72 રન બનાવ્યા હતા.
જો કે આ પહેલીવાર નથી જ્યારે યુઝવેન્દ્ર ચહલે રણજી ટ્રોફીમાં રન બનાવ્યા હોય. આ પહેલા ઉત્તર પ્રદેશ સામે યુઝવેન્દ્ર ચહલે 152 બોલમાં 48 રન બનાવ્યા હતા. યુઝવેન્દ્ર ચહલ જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે હરિયાણાનો સ્કોર 8 વિકેટે 339 રન હતો. મધ્યપ્રદેશે પ્રથમ દાવમાં 308 રન બનાવ્યા હતા. આ રીતે હરિયાણાની ટીમ 31 રનથી આગળ હતી. આ પછી યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલે લગભગ 2 સેશન સુધી બેટિંગ કરી. યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલે હરિયાણાના સ્કોરને 400 રને પાર પહોંચાડ્યો હતો. યુઝવેન્દ્ર ચહલ આઉટ થયો ત્યાં સુધીમાં હરિયાણાની લીડ લગભગ 100 રન થઈ ગઈ હતી.
આ સાથે જ હર્ષલ પટેલ અને અમન કુમાર દિવસની રમતના અંતે નોટઆઉટ પરત ફર્યા હતા. હર્ષલ પટેલ 72 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. જ્યારે અમન કુમાર 4 રન બનાવીને રમી રહ્યો છે. હરિયાણાનો સ્કોર 9 વિકેટે 431 રન છે. આ રીતે હરિયાણાની લીડ વધીને 123 રન થઈ ગઈ છે. આ પહેલા હરિયાણાના ઓપનર લક્ષ્ય દલાલે 271 બોલમાં 105 રન બનાવ્યા હતા. આ સિવાય ધીરુ સિંહ 94 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેમજ હિમાંશુ રાણાએ 90 રનનું યોગદાન આપ્યું હતું. અત્યાર સુધી ડાબોડી સ્પિનર કુમાર કાર્તિકેય મધ્યપ્રદેશ માટે સૌથી સફળ બોલર રહ્યો છે. કુમાર કાર્તિકેયે 117 રનમાં 4 બેટ્સમેનોને આઉટ કર્યા છે.